નવી દિલ્હી: ઘરમાં જો એક ઉંમર અથવા નાની-મોટી ઉંમરના બે બાળકો વચ્ચે લડાઈ થવી તે સમજી શકાય છે. બાળકો ઘરમાં લડતા હોય છે, તે બધાને ખબર જ છે પરંતુ માતાના ગર્ભમાં પણ લડે છે. શું તમે આ વિશે કંઇ સાંભળ્યું છે. ખરેખર, આવા સમાચાર સાંભળવા એક આશ્ચર્યજનક વાત છે, પરંતુ તેના કરતા પણ વધુ આશ્ચર્યજનક છે કે, વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહેલા ટ્વિન્સ બાળકીઓનો માતાના ગર્ભમાં લડાઈ કરવાનો વીડિયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: પેરિસમાં 850 વર્ષ જૂનું ચર્ચ આગમાં ખાક, વિશ્વના નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ


ખરેખરમાં સોશિયલ મીડિયા પર એક મહિલાના અલ્ટ્રાસાઉન્ડનો એક વીડિયો વાયરલ થયો છે. જ્યાં એક માતાના ગર્ભમાં જોડિયા બાળકીઓ લડાઇ કરી રહી છે. આ વીડિયો ચીનનો હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી જાણકારી અનુસાર, મહિલાના ગર્ભમાં બે બાળકીઓ છે. થોડા દિવસ પહેલા સ્વાસ્થ્ય તપાસ માટે મહિલા ડોક્ટર પાસે ગઇ હતી. ત્યારે તેમનું અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવ્યું અને વીડિયો સામે આવ્યો. જુઓ Video...


શરમજનક...નશામાં ધૂત 3 યુવતીઓએ જાહેરમાં જ બનાવ્યાં સંબંધ, CCTVમાં ઘટના કેદ


સોશિયલ મીડિયા પર લોકોએ કરી આવી કમેન્ટ
ગર્ભની અંદર બાળકીઓની લડાઈનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી યૂઝર્સે રમુજી કમેન્ટ કરી રહ્યાં છે. કેટલાક લોકોનું કહેવું છે કે, આ બાળકીઓ ભલે ગર્ભમાં લડાઇ કરી રહી હોય, પરંતુ ગર્ભમાંથી બહાર આવ્યા બાદ બંને વચ્ચે ખૂબજ પ્રેમ હશે. ત્યારે એક યૂઝરે એવું પણ લખ્યું હતું કે, તેઓ માતાના ગર્ભમાં એકબીજાનો ખ્યાલ રાખી રહી છે.


વર્લ્ડના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...