હેલ્સિંકીઃ યુરોપના બે દેશ, સ્વીડન અને ફિનલેન્ડ નાટો સભ્ય માટે એક સાથે અરજી કરવા પર સહમત થયા છે. બંને દેશોના અખબારોએ આ દાવો કર્યો છે. જાણકારી અનુસાર આગામી મહિનાના મધ્યમાં સ્વીડન અને ફિનલેન્ડ નાટોમાં સામેલ થવા માટે અરજી કરી શકે છે. પાછલા વર્ષે યુક્રેને પણ નાટોમાં સામેલ થવાની જાહેરાત કરી હતી. જેના કારણે રશિયા સાથે એક લાંબા તણાવ બાદ પૂર્વી યુરોપમાં એક ભીષણ યુદ્ધની શરૂઆત થઈ. રશિયા ફિનલેન્ડ અને સ્વીડનને પણ ચેતવણી આપી ચુક્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેલીમેલના અહેવાલ અનુસાર ફિનલેન્ડના અખબાર Iltalehti એ દાવો કર્યો કે સ્વીડનની સરકારે ફિનલેન્ડની સામે ઈચ્છા જાહેર કરી છે કે બંને દેશ 22 મેથી શરૂ થનારા સપ્તાહમાં નાટો સભ્ય માટે એક સાથે અરજી કરશે. તો સ્વીડનની સરકારે સ્વીડિશ અખબાર Expressen ને આ ખબરની પુષ્ટિ કરી છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ સ્વીડન અને ફિનલેન્ડમાં નાટોમાં સામેલ થવાની માંગ વધી રહી છે. હેલ્સિંકી અને સ્ટોકહોમે પાછલા વર્ષોમાં પોતાના દ્વિપક્ષીય સહયોગને ખુબ વધારી દીધો છે. 


આ પણ વાંચોઃ બાપરે...માણસમાં બર્ડ ફ્લૂના નવા સ્ટોનનો પહેલો કેસ નોંધાયો! ચાર વર્ષનું બાળક થયું સંક્રમિત


જૂનમાં નાટોનું સભ્ય બની શકે છે સ્વીડન
આ મહિનાની શરૂઆતમાં એવી ચર્ચા હતી કે બંને નોર્ડિક દેશ રશિયાની આક્રમકતા વિરુદ્ધ નાટોમાં સામેલ થવાનો ઇરાદો રાખે છે. સૂત્રોએ સ્વીડનના એસવીડી અખબારને જણાવ્યું કે નાટોમાં સામેલ થવાની ચર્ચા શરૂ કરી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે સ્વીડનના પ્રધાનમંત્રી મૈગ્ડાલેના એન્ડરસન જૂન સુધી નાટોમાં સામેલ થઈ શકે છે. 


યુક્રેનની હાલતથી ડરમાં યુરોપીય દેશ
હકીકતમાં ફિનલેન્ડ અને સ્વીડન રશિયાથી ખુબ નજીક છે. ફિનલેન્ડની સરહદ તો રશિયાને મળે છે. ફિનલેન્ડ લાંબા સમયથી તટસ્થ દેશની ભૂમિકામાં રહ્યું છે. રશિયાના યુક્રેન પર હુમલા બાદ ફિનલેન્ડને ડર લાગી રહ્યો છે કે તેની પણ આવી સ્થિતિ થઈ શકે છે. આ કારણ છે કે ન માત્ર ફિનલેન્ડની સરકાર પરંતુ ત્યાંની જનતા પણ નાટોમાં સામેલ થવા પર વિચાર કરી રહી છે. 


આ પણ વાંચોઃ આત્મઘાતી હુમલાનો LIVE VIDEO: બલૂચિસ્તાનની મહિલાએ કઈ રીતે ઉડાવી ચીન-પાકિસ્તાનની ઊંઘ!


રશિયાએ તૈનાત કર્યા જંગી હથિયાર અને મિસાઇલો
પાછલા દિવસોમાં સમાચાર આવ્યા હતા કે આર્કટિક નજીક આવેલા વિસ્તારમાં રશિયાએ ફિનલેન્ડ અને સ્વીડનની સરહદની પાસે મિસાઇલો અને અન્ય ઘાતક જંગી હથિયાર તૈનાત કર્યાં છે. બંને દેશોની નાટોમાં સામેલ થવાની ઈચ્છાથી રશિયા ગુસ્સામાં છે. રશિયાના રાષ્ટ્રપતિના પ્રવક્તાએ કહ્યુ કે ફિનલેન્ડનું આ પગલું યુરોપમાં સુરક્ષાની સ્થિતિને સુધારશે નહીં. તેમણે કહ્યું કે, આ ફિનલેન્ડની તબાહી લઈને આવશે. માનવામાં આવી રહ્યું છે કે જૂનના અંત સુધી ફિનલેન્ડ નાટોના સભ્ય પર નિર્ણય લઈ લેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube