નવી દિલ્હીઃ ફિનલેન્ડના પ્રધાનમંત્રી સના મારિન પોતાનો એક વીડિયો લીક થયા બાદ વિપક્ષી પાર્ટીના નિશાને આવી ગયા છે. વીડિયોમાં તે દારૂ પી પોતાના મિત્રો સાથે ડાન્સ કરી રહ્યાં છે. ઘટના બુઠધવારે મોડી રાતની હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો સામે આવ્યા બાદ વિપક્ષી દળોએ આરોપ લગાવ્યો કે સના મારિને પોતાના મિત્રો સાથે ડ્રગ્સ સેવન કર્યું. વિપક્ષ તેના રાજીનામાની માંગ કરી છે. તો સના મારિને સ્વીકાર્યું કે તે પોતાના મિત્રો સાથે દારૂ પી રહ્યાં હતા પરંતુ ડ્રગ્સ લેવાની વાત અફવા છે અને તેમણે પડકાર ફેંક્યો કે તે ડ્રગ્સ ટેસ્ટ માટે તૈયાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ફિનલેન્ડના પીએમ સના મારિને દારૂ પીતા અને પોતાના મિત્રો સાથે પાર્ટી કરતા જોવા મળી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. કેટલાક તેને સામાન્ય ગણાવી રહ્યાં છે તો કેટલાક લોકોનું કહેવું છે કે સના મારિન ફિનલેન્ડના પીએમ બનવા લાયક નથી. 


ફિનલેન્ડના સ્પોર્ટ્સ ટોક શો હોસ્ટ એલેક્સી વલાવુરીએ તેમને દેશના સૌથી અક્ષમ પ્રધાનમંત્રી ગણાવી દીધા. ટ્વીટ કર્યું, મહેરબાની કરી પોતાનું લેધરનું જેકેટ લો અને રાજીનામું આપી દો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube