ઇસ્લામાબાદ : પાકિસ્તાનનાં વડાપ્રધાન કાર્યાલય (PMO) માં અહીં સોમવારે આગ લાગી ગઇ. એક્સપ્રેસ ટ્રિબ્યુનલનાં સમાચાર અનુસાર ઇમારતનાં છઠ્ઠા માળ પર આગ લાગી અને તે સમયે વડાપ્રધાન ઇમરાન ખાન એક માળની નીચે બેઠક કરી રહ્યા હતા. આઘ લાગ્યા બાદ પીએમઓની ઇમારને ખાલી કરાવી દેવામાં આવી. અખબારમાં કહેવામાં આવ્યું કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો. આ ઘટના માટે શોર્ટ સર્કિટની કારણે થઇ હોવાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IAFએ પુરાવા રજુ કરીને F-16 અંગે પાક.ને ફરી તમાચો માર્યો, અમેરિકા ભોંઠુ પડ્યું

મીડિયા સાથે વાત કરતા વડાપ્રધાન કાર્યાલયનાં પ્રવક્તાએ કહ્યું કે, તેમને આ અંગે કોઇ જ માહિતી નથી કે આ આગમાં કોઇ મહત્વપુર્ણ દસ્તાવેજો ખાખ થયા છે કે નહી. પ્રવક્તાએ કહ્યું કે, અમે ઘટનાની સંપુર્ણ તપાસ બાદ આગળ માહિતી ઉપલબ્ધ કરાવવામાં સક્ષણ હશે. તેમણે કહ્યું કે, તેઓ આગ લાગવાના સંભવિત કારણો મુદ્દે પણ નિશ્ચિત રીતે કંઇ પણ કહી શકે તેમ નથી.