IAFએ પુરાવા રજુ કરીને F-16 અંગે પાક.ને ફરી તમાચો માર્યો, અમેરિકા ભોંઠુ પડ્યું

એક અમેરિકી મીડિયા રિપોર્ટનાં હવાલો ટાંકીને પાકિસ્તાન જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે કે અમારુ કોઇ પ્લેન ક્રેશ થયું જ નથી

IAFએ પુરાવા રજુ કરીને F-16 અંગે પાક.ને ફરી તમાચો માર્યો, અમેરિકા ભોંઠુ પડ્યું

નવી દિલ્હી : ભારતીય વાયુસેનાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેની પાસે તે વાતનાં પાક્કા પુરાવા છે કે પાકિસ્તાનનાં એરફોર્સે 27 ફેબ્રુઆરીએ એફ-16નો ઉપયોગ કર્યો હતો અને IAFનાં મિગ 21 બાયસને એફ-16ને તોડી પાડ્યું હતું. સોમવારે મીડિયા સામે આવીને એર વાઇસ માર્શલ આરજીકે કપુરે પાકિસ્તાન દ્વારા ફેલાવાઇ રહેલા જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. સાથે પુરાવાઓ પણ રજુ કર્યા હતા. IAF એ AWACS (એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ) રડારની તસ્વીરો પણ જાહેર કરી હતી. 

રડાર ઇમેજ વિશે સમજુતી આપતા કપુરે જણાવ્યું કે, તેમાં જે લાલ નિશાનમાં 3 એરક્રાફ્ટ જોવા મળી રહ્યા છે, તે પાકિસ્તાનનાં એફ-16 પ્લેન છે. ડાબી તરફ બ્લુ સર્કલમાં જે છે તે પાયલોટ અભિનંદન વર્તમાનનું મિગ-21 બાયસન એરક્રાફ્ટ છે. થોડા જ સમય બાદ લેવાયેલી બીજી ઇમેજમાં પાકિસ્તાનનું એક એફ 16 એરક્રાફ્ટ નથી દેખાઇ રહ્યું. જેનો સ્પષ્ટ અર્થ છે કે તે નષ્ટ થઇ ચુક્યું છે. 

એર વાઇસ માર્શલે દેખાડ્યું લોકેશન
એર વાઇસ માર્શલે ડોગ ફાઇટના લોકેશન અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાનનું એફ-16 પીઓકેનાં સબ્જકોટ વિસ્તારમાં તુટી પડ્યું હતું. ભારતનું મિગ 21 ક્રેશ થયું અને તેમાંથી સુરક્ષીત નિકળી ગયેલ પાયલોટનું પીઓકેમાં લેન્ડિંગ થયું હતું. 

— ANI (@ANI) April 8, 2019

પોતાની ત વાતોમાં ફસાયુ પાકિસ્તાન
એર વાઇસ માર્શલે વધારેમાં જણાવ્યું કે, DG-ISPR એ પણ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, તેમની પાસે બે પાયલોટ હતા. એક કસ્ટડીમાં જ્યારે એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ વાતને પાકિસ્તાનનાં વડાપ્રધાને પણ પોતાનાં નિવેદનમાં જણાવી હતી. આ બધા પરથી સાબિત થાય છે કે તે દિવસે તે જ ક્ષેત્ર (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)માં બે પ્લેન ક્રેશ થયા હતા. 

 

— ANI (@ANI) April 8, 2019

ઇન્ડિયન એરફોર્સે પોતાનાં નિવેદનમાં ક્હયું કે, તેમાં કોઇ જ શંકા નથી કે 27 ફેબ્રુઆરી 2019નાં રોજ આકાશમાં ડોગ ફાઇ દરમિયાન બે પ્લેન ક્રેશ થયા હતા. તેમાં એક ઇન્ડિયન એરફોર્સનું બાયસન હતું જ્યારે બીજું પાકિસ્તાન એરફોર્સનું એફ-16 અને તેની ઓળખ ઇલેક્ટ્રોનિક સિગ્નેચર અને રેડિયો ટ્રાન્સક્રિપ્ટ થયા છે. એર વાઇસ માર્શલે કહ્યું કે, અમારી પાસે પુરતા પુરાવા છે જે જણાવે છે કે પાકિસ્તાનને એક એફ 16 ગુમાવ્યું છે. જો કે સુરક્ષા અને ગુપ્તતાની ચિંતાઓનાં કારણે અમે તેની માહિતી પબ્લિક ડોમેનમાં શેર નથી કરી રહ્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news