એસ્કોન્દિદોઃ અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયાની એક મસ્જિગદમાં આગ લાગવાની એક ઘટનાથી પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઘટનાસ્થળેથી ન્યૂઝીલેન્ડમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતો એક પત્ર પણ મળ્યો છે. આથી, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે જણાવ્યું કે, રવીવારની આ ઘટનામાં સદનસીબે કોઈ ઘાયલ થયું નથી અને ઈસ્લામિક સેન્ટર ઓફ એસ્કોન્દિદોના સભ્યોએ ફાયરફાઈટર આવે એ પહેલા જ આગ બુઝાવી દીધી હતી. મસ્જિદમાં સાધારણ આગ લાગી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, આગચંપી અને ઘૃણા અપરાધની આશંકાની દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે. 


અફઘાનિસ્તાનમાં થયેલા હવાઈ હુમલામાં 13 નાગરિકોનાં મોત, મોટાભાગનાં બાળકો


પોલીસ લેફ્ટનન્ટ ક્રિસ લીકે જણાવ્યું કે, પાર્કિગ સ્થળમાંથી એક પત્ર પણ મળ્યો છે, જેમાં ચાલુ મહીને ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં બે મસ્જિદ પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરાયો છે. આ હુમલામાં 50 લોકોનાં મોત થયા હતા. 


જાણો કેમ... આ છે દુનિયાનો સૌથી સુખી દેશ


તેમણે એ જણાવવાનો ઈનકાર કર્યો કે પત્રમાં શું લખ્યું છે. તપાસ અધિકારીઓએ શંકાસ્પદ વ્યક્તિ અંગેની પણ કોઈ માહિતી આપી નથી. પોલીસે કેએનએસડી ટીવીને જણાવ્યું કે, ઘટના સમયે મસ્જિદમાં 7 લોકો હાજર હતા. તેમણે ફાયર ફાઈટર પહોંચે એ પહેલા જ અગ્નિશામકનો ઉપયોગ કરીને આગને બુઝાવી દીધી હતી. 


દુનિયાના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....