જાણો કેમ... આ છે દુનિયાનો સૌથી સુખી દેશ

ફિનલેન્ડ ઉત્તર યુરોપનો એક નાનો દેશ છે. હાલમાં જ સયુંક્ત રાષ્ટ્રએ તેને દુનિયાનો સૌથી સુખી દેશ જાહેર કર્યો છે. સામાન્ય રીતે આ દેશ દુનિયાની રાજકીય ચર્ચાઓમાં જોવા મળતો નથી.

જાણો કેમ... આ છે દુનિયાનો સૌથી સુખી દેશ

નવી દિલ્હી: ફિનલેન્ડ ઉત્તર યુરોપનો એક નાનો દેશ છે. હાલમાં જ સયુંક્ત રાષ્ટ્રએ તેને દુનિયાનો સૌથી સુખી દેશ જાહેર કર્યો છે. સામાન્ય રીતે આ દેશ દુનિયાની રાજકીય ચર્ચાઓમાં જોવા મળતો નથી. આ દેશની ભૌગોલિક સ્થિતિ પણ એટલી મહત્વની નથી જે દુનિયા અથવા તેના પોડોસી દેશોને વધારે અસર કરે. સયુંકત રાષ્ટ્ર તરફથી જાહેર ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યૂશન નેટવર્ક’ની વલ્ડ હપ્પીનેસ ઇન્ડેક્સ રિપોર્ટમાં આ દેશને સતત બીજીવાર પ્રથમ સ્થાન મળ્યું છે. આ યાદીમાં દુનિયાના 156 દેશોની પ્રાધાન્યતા તે દેશના નાગરિકોની પોતાની જાતેને કેટલા ખુશ જોવે છે તેના પર આધાર રાખે છે.

કેમ કહેવામાં આવે છે સૌથી સુખી દેશ
સંશોધનના આધારે 5 કરોડ 50 લાખની આબાદીવાળા દેશ ફિનલેન્ડના લોકોની આર્થિક અને ભૌતિક સંપત્તિ પર નિર્ભય ના રહી એક સંતુલિત જીવનથી સુખ હાંસલ કર્યું છે. આ સંશોધન વિશે રસપ્રદ વાત એ છે કે, યાદીમાં મુખ્ય 7 દેશ ઉત્તર યુરોપના છે. આ યાદીને નિર્ધારિત કરવા માટે, આર્થિક સમૃદ્ધિ, જીવનની અપેક્ષા, તંદુરસ્ત જીવન, સામાજિક સહકાર, સામાજીક ચૂંટણીની સ્વતંત્રતા, સરકારી ભ્રષ્ટાચારને આધાર નક્કી કરવામાં આવ્યા હતા. ફિનલેન્ડ જેવા દેશમાં આર્થિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક વિચિત્રતા એટલી વધારે નથી. જેનાથી અહીંના લોકોમાં ભાવનાત્મક સંધર્ષ જેવી સ્થિતિ જોવા મળી છે. અહીંના લોકોને દેશના આર્થિક વિકાસની પસંદગી કરતા પોતાના જીવન સ્તરને સારો બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

કોઇ બેધર નથી અહીં
અહીં ગુના નહિવત છે. સમૃદ્ધ દેશ હોવા છતાં પણ સરકાર અહીંના લોકોને ખાસ સુવિધાઓ આપે છે. આર્થિક સુરક્ષા ઉપરાંત સરરકાર નાગરિકોને મફત સ્વાસ્થ્ય સેવાઓ પણ આપે છે. કહેવામાં આવે છે કે અહીં કોઇ બેધર નથી. પર્યટકો અને એટલું જ નહીં બીજા દેશોથી અહીં વસવાટ કરતા લોકો માટે પણ આ સુરક્ષિત અને સ્થિર દેશ માનવામાં આવે છે. સ્વાસ્થ્ય અને શુદ્ધ પર્યાવરણ હોવાની સાથે જ અહીં શિક્ષણ વ્યવસ્થા ખુબ જ સારી માનવામાં આવે છે.

કેવી છે અહીંની શાસન વ્યવસ્થા
ફિનલેન્ડ એક સંસદીય ગણરાજ્યનો લોકશાહી દેશ છે, જેને અક વ્યવસ્થિત બંધારણે શાસન વ્યવસ્થા આપી છે. પ્રધાનમંત્રીનું પદ દેશમાં સૌથી શક્તિશાળી છે. અહીંના લોકો સંસદ, રાષ્ટ્રપતિ, સ્થાનિક સંસ્થા, યૂરોપીય સંધની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરી શકે છે. રાષ્ટ્રપતિ વિદેશ નીતિનું પ્રતિનિધિત્વ કરે છે જે 6 વર્ષ માટે ચુંટાય છે, પરંતુ તેમની યૂરોપીય સંઘમાં કોઇ ભૂમિકા નથી હોતી. એક સૌમ્ય સંસદનો મુખિયા પ્રધાનમંત્રી હોય છે. બહુદળીય સંસદમાં ગઠબંધનવાળી સરકાર જ વધારે શાસન કરતી આવી છે.

ફિનલેન્ડ આ વખતે ચૂંટણી યોજાશે. એપ્રિલ મહિનામાં અહીં 200 સીટ માટે સંસદીય ચૂંઠણી યોજાશે. વર્તમાન સમયમાં ફિનલેન્ડના પ્રધાનમંત્રી ઝુહા સિપિલા છે અને રાષ્ટ્રપતિ સાઉલી નિનિસ્ટો છે. નિનિસ્ટો દેશના પહેલા રાષ્ટ્રપતિ છે જે નેશનલ કોલિશન પાર્ટીના ઉમેદવાર હતા. ત્યારે 2015માં પ્રધાનમંત્રી બન્યા ઝુહા સિપિલા કેન્દ્ર પાર્ટીના નેતા છે. જેમણે હાલમાં જ રાજીનામુ આપ્યું છે અને હવે કેરટેકર પ્રધાનમંત્રી છે.

ફિનલેન્ડનો ઇતિહાસ
ફિનલેન્ડમાં ઇ.સ. 9000 પૂર્વે મનુષ્યના વસવાટનો પુરાવો મળ્યો છે. કહેવામાં આવે છે કે અહીં લોકો દક્ષિણથી રહેવા આવ્યા હતા. ઇ.સ. 3000 અને 2500 પૂર્વે અહીંયા કૃષિની શરૂઆત થઇ હતી. પ્રથમ સદીમાં અહીં લોકો આવવા શરૂ કર્યું હતું. અહીં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો પણ થયો. આ વચ્ચે અહીં ફિન્સ, તાવેસ્તિયન અને કૈરેલિયન સમુદાય પ્રમુખ રીતથી ઉભરીને વિકસિત થયા હતા. 12મી સદીમાં સ્વીડને આ ક્ષેત્ર પર પોતાનું વર્ચસ્વ વધારવાનું શરૂ કર્યું હતું. 14મી સદી સુધી સ્વિડને ફિનલેન્ડના પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ભાગ પર અધિકાર મેળવી લીધો હતો. અહીં સામંતવાદ અને ગુલામ પ્રણાલી પહોંચી શકાઈ નથી.જ્યારે સ્વીડિશ ભાષા અને શાસનના અહીં મૂળ હતા.

આર્થિક સ્થિતિ
1950 સુધી ફિનલેન્ડને એક કૃષિ પ્રધાન દેશ માનવામાં આવતો હતો. અહીં જવ, ઘઉં, શક્કરીયા, બટાટા જેવા કૃષિ પેદાશો મુખ્ય છે. ત્યારબાદ સોવિયત સંધના દબાણના કારણે ઔદ્યોગિકરણ થયું જેનાથી ધાતુ અને તેનું ઉત્પાદન, મશીન, વૈજ્ઞાનિક હથિયાર, જહાજ નિર્ણાણ, કાગળ, કાપડ ઉદ્યોગ વિકસિત થયો અને આ ઝડપી આર્થિક વિકાસની સાથે જ ફિનલેન્ડે લોક કલ્યાણકારી રાજ્ય બનાવાના લક્ષ્યને પણ સફળતાપૂર્વક અપનાવ્યું હતું. આ રીતે સારી શિક્ષણ વ્યવસ્થા, આર્થિક પ્રતિસ્પર્ધા, જનસેવા, જીવન ગુણવત્તા જેવા ક્ષેત્રોમાં ફિનલેન્જ આજે દુનિયાના શ્રીમંત અને ઘનિષ્ઠ દેશોમાં ગણવામાં આવે છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા સમગ્ર વિશ્વમાં પ્રવાસીઓ આકર્ષે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news