નવી દિલ્હીઃ દેશ અને દુનિયામાં કોરોના વાયરસનો કેર જારી છે. દુનિયામાં અત્યાર સુધી 3.22 કરોડ લોકો વાયરસથી સંક્રમિત થયા છે. તો વિશ્વના ઘણા દેશમાં કોરોના વાયરસને રોકવા વેક્સિનની શોધ કરવામાં આવી રહી છે. આ વચ્ચે રશિયાએ કોરોના વાયરસની વેક્સિન બનાવવાનો દાવો કર્યો હતો અને હવે રશિયાની કોરોના વેક્સિન જનતા માટે ઉપલબ્ધ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રશિયાએ કોરોના વાયરસની વેક્સિનને 'સ્પુતનિક-V'નામ આપ્યું છે. તો રશિયાનું કહેવું છે કે કોરોના વાયરસના આ સંકટમાં કોરોનાને ખતમ કરવા માટે સ્પુતનિક-v વેક્સિન ખુબ ઉપયોગી સાબિત થશે. આ કડીમાં હવે રશિયાએ જનતા માટે કોરોના વેક્સિન ઉપલબ્ધ કરાવી દીધી છે. સ્થાનિક મીડિયા પ્રમાણે કોરોના વાયરસ વેક્સિન 'સ્પુતનિક-V'નો પહેલો જથ્થો રાજધાની મોસ્કોમાં લોકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. 


મહત્વનું છે કે ઓગસ્ટ મહિનામાં રશિયાના ગામાલેયા સાઇન્ટિફિક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે Sputnik V વેક્સિન લોન્ચ કરી હતી. લોન્ચિંગ બાદ આ વેક્સિન ખુબ ચર્ચામાં છે. હવે વેક્સિનને રશિયા બીજા દેશોમાં પણ સપ્લાઈ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. ભારતને પણ રૂશની વેક્સિન હાસિલ થઈ શકે છે. 


North Koreaએ ક્રૂરતાની હદો પાર કરી, દક્ષિણ કોરિયાના અધિકારીને ગોળી મારી સળગાવી દીધો  


થશે ટ્રાયલ
ભારતના લોકો માટે પણ રશિયાની વેક્સિનને લઈને વાતચીત ચાલી રહી છે. વેક્સિન સપ્લાઈની આ પ્રક્રિયા ટ્રાયલ પૂરી થયા બાદ વર્ષના અંતમાં શરૂ થઈ શકે છે. આ વેક્સિનને મંજૂરી આપતા પહેલા ભારતમાં લોકો પર તેની ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube