અમેરિકાના ટેક્સાસમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અચાનક ગાયનું દૂધ ગાઢ બની ગયું. એટલું જ નહીં દૂધનો રંગ પણ સફેદથી ફીકો થઈ ગયો. આ મામલે આરોગ્ય વિભાગે તપાસ કરી તો બધાના હોશ ઉડી ગયા. વાત જાણે એમ છે કે આ મામલો બર્ડ ફ્લૂનો જોવા મળ્યો. સાંભળવામાં તમને થોડી નવાઈ લાગે પરંતુ આ સાચુ છે. બર્ડ ફ્લૂ ગાયને થયો છે. દુનિયામાં પહેલીવાર એવું બન્યું કે ગાયમાં બર્ડ ફ્લૂ ફેલાયો. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર તરફથી તેની ઓપચારિક પુષ્ટિ પણ થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાના કૃષિ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું કે ટેક્સાસ, કેનસાસ અને ન્યૂ મેક્સિકોમાં મુખ્ય રીતે જૂની ડેરીઓમાં ગાયમાં આ બીમારીની તપાસ કરી રહ્યા છીએ, જેના કારણે સ્તનપાનમાં કમી, ઓછી ભૂખ, અને અન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે. આ વિસ્તારોના કેટલાક ખેડૂતોએ પોત પોતાના ખેતરોમાં મોટી સંખ્યામાં પક્ષીઓને મરેલા જોયા હતા. આ તમામ પ્રવાસી પક્ષીઓ હતા. જે અવારનવાર આ સીઝનમાં આ વિસ્તારોમાં આવતા હતા. તપાસમાં જાણવા મળ્યું કે ગાયોમાં આ વાયરસ પક્ષીઓથી પહોંચ્યો છે. એવું કહેવાયું કે અત્યાર સુધીમાં આ વાયરસથી બહુ ઓછી ગાયોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જો કે એવું પણ કહેવાઈ રહ્યું છે કે ગાયમાં બર્ડ ફ્લૂના પગલે આ પ્રાંતોમાં દૂધનું ઉત્પાદન લગભગ 20 ટકા ઘટ્યું છે. 


કૃષિ વિભાગના જણાવ્યાં મુજબ ડેરીઓને ફક્ત સ્વસ્થ જાનવરોના દૂધના સપ્લાયના નિર્દેશ અપાયા છે. બર્ડ ફ્લૂથી પ્રભાવિત જાનવરોના દૂધને તરત નષ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત પેશ્ચુરાઈઝેશન સતત બેક્ટેરિયા અને વાયરસને નિષ્ક્રિય કરવામાં સિદ્ધ થયુ છે, જેમ કે દૂધમાં ઈન્ફ્લૂએન્ઝા. આંતરરાષ્ટ્રીય વાણિજ્યમાં પ્રવેશ કરનારા કોઈ પણ દૂધ માટે પેશ્ચુરાઈઝેશન જરૂરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube