ભારતમાં `આફ્રીકી સ્વાઇન ફ્લૂ`નો પહેલો કેસ સામે આવ્યો, 2500 ભૂંડના મોત
બોરાએ કહ્યું કે `રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુ રોગ સંસ્થા (એનઆઇએચએસડી) ભોપાલે પુષ્ટિ કરી છે કે આ આફ્રીકી સ્વાઇન ફ્લૂ (એએસએફ) છે. કેન્દ્ર સરકારે અમને જણાવ્યું કે આ દેશમાં આ બિમારીનો પહેલો કેસ છે.
ગુવાહાટી: અસમ (Assam) સરકારે રવિવારે કહ્યું કે રાજ્યમાં આફ્રીકી સ્વાઇન ફ્લૂનો પહેલો કેસ સામે આવ્યો છે અને તેનાથી 306 ગામમાં 2500થી વધુ ભૂંડ મૃત્યું પામ્યા છે. અસમના પશુપાલન અને પશુ ચિકિત્સા મંત્રી અતુલ બોરાએ એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે રાજ્ય સરકાર કેન્દ્ર પાસેથી મંજૂરી લીધા બાદ પણ તાત્કાલિક ભૂંડને મારવાના બદલે આ ઘાતક સંક્રમણ બિમારીને ફેલાતા રોકવા માટે કોઇ અન્ય રસ્તા અપનાવશે.
બોરાએ કહ્યું કે 'રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુ રોગ સંસ્થા (એનઆઇએચએસડી) ભોપાલે પુષ્ટિ કરી છે કે આ આફ્રીકી સ્વાઇન ફ્લૂ (એએસએફ) છે. કેન્દ્ર સરકારે અમને જણાવ્યું કે આ દેશમાં આ બિમારીનો પહેલો કેસ છે.
તેમણે આગળ જણાવ્યું કે આ બિમારીનું COVID-19 સાથે લેવા-દેવા નથી. વિભાગ દ્વારા 2019ની ગણના અનુસાર ભૂંડની સંખ્યા લગભગ 21 લાખ હતી પરંતુ હવે વધીને લગભગ 30 લાખ થઇ ગઇ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર .