બીજીંગ: કોરોના વાયરસ  (Coronavirus) દુનિયા માટે અભિશાપ બની ગયો છે. તેમાં વિશ્વભરમાં લગભગ 60 હજાર લોકોના મોત થયા છે. પરંતુ આ મહામારીને જન્મ આપનાર ચીન અત્યારે પણ તેની સચ્ચાઇ દુનિયા સામે લાવવાનું ટાળી રહ્યું છે. હવે સમાચાર આવી રહ્યા છે કે કોરોના વાયરસ વિશે સૌથી પહેલાં જાણકારી આપનાર ચીની ડોક્ટર એઇ ફેન (Ai Fen) ગાયબ છે. ડોક્ટર એ ફેન વુહાનના કેન્દ્રીય હોસ્પિતલના ઇમરજન્સી વિભાગના નિર્દેશક છે જ્યાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય દ્વારા સંચાલિત એક મેગેજીનને ઇન્ટરવ્યું આપ્યા બાદ તે ગુમ છે. તે ઇન્ટરવ્યું પણ ડિલીટ થઇ ચૂક્યો છે. ઇન્ટરવ્યુંમાં તેમણે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું કે કેવી રીતે ચીની અધિકારીઓએ ઘાતક કોરોના વાયરસ વિશે જાણકારી છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ મહામારી હવે 180 દેશોમાં ફેલાઇ ચૂકી છે. 


કહેવામાં આવી રહ્યું હતું કે કોરોના વાયરસને લઇને ચીન દુનિયાથી ઘણું બધુ છુપાવી રહ્યો છે અને આ ઇન્ટરવ્યું તેનો પુરાવો છે. ડોક્ટ્ર ફેને પોતાના ઇન્ટરવ્યુંમાં વિસ્તારથી જણાવ્યું હતું કે ચીનને ડિસેમ્બર 2019માં જ આ બિમારી વિશે ખબર પડી હતી અને પરંતુ તેની સારવાર માતે કંઇ નથી. 


ZEEની આંતરરાષ્ટ્રીય ચેનલ WIONના દાવાની તપાસ કરી રહી છે. શુક્રવારે ફેનનો એક ઇન્ટરવ્યું WION ના હાથ લાગ્યો હતો. આ ઓરિજનલ ઇન્ટરવ્યુંનો અંગ્રેજી અનુવાદ છે. તેને ચીની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો. 


ઇન્ટરવ્યું અનુસાર ડો. એન ફેન પોતાની હોસ્પિટલમાં હતા. જ્યારે પહેલો કોરોનાનો દદી આવ્યો. આ એક એવી બિમારી હતી, જેને પહેલાં કોઇ અન્ય ડોક્ટરે જોઇ ન હતી. તેમણે ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે દર્દીમાં ફ્લૂના લક્ષણ જોવા મળ્યા હતા. પરંતુ તેના પર સારવારની સામાન્ય રીત કામ કરતી નથી.  


તેમણે દર્દીના કેટલાક ટેસ્ટ કરાવ્યા હતા જેમાં ખબર પડી કે તેને ''સાર્સ કોરોના વાયરસ'' હતો. ઇન્ટરવ્યુંમાં ફેનએ કહ્યું હતું કે તેમણે પુષ્ટિ કરવા માટે ઘણીવાર દર્દીનો રિપોર્ટ વાંચ્યો પરંતુ નિષ્કર્મ તે હતો. કોરોના વાયરસ. 


તેમણે ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે તેમણે રિપોર્ટનો ફોટો લીધો અને એક મિત્રને મોકલ્યો. ત્યારબાદ તે રિપોર્ટ આ ચીનમાં ફેલાઇ ગયો. ત્યારબાદ ચીની અધિકરી સમગ્ર મામલે દબવવામાં લાગી ગયા ફેનને પોલીસ દ્વારા વોર્નિંગ પણ આપવામાં આવી હતી. વુહાનની હોસ્પિટલે પણ ફેનના દાવાઓની તપાસ કરવા છતાં તેને છુપાવવામાં ચીનનો સાથ આપ્યો. અત્યાર સુધી કોઇને ખબર પડી નથી કે ડોક્ટર એઇ ફેન ક્યાં છે. તેનો ઓરિજનલ ઇન્ટરવ્યું પણ ડિલેટ થઇ ગયો છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર