નવી દિલ્હી : આર્જેન્ટીનાની રાજધાની બ્યૂસન આયર્સમાં જી20 સમ્મેલનમાં ભાગ લેવા માટે ગયેલા વડાપ્રધાન મોદી ભૂ રાજનીતિની દ્રષ્ટીએ મહત્વની બેઠકનો હિસ્સો બન્યા હતા. પહેલીવાર ભારત-જાપાન અને અમેરિકાનાં ત્રિપક્ષીય બેઠક યોજાઇ. આ બેઠકમાં વડાપ્રધાન મોદીની સાથે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનનાં વડાપ્રધાન શિંજો આબે પણ ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આ નેતાઓ વચ્ચે સામરિક દ્રષ્ટીએ ખુબ જ મહત્વપુર્ણ હિંદ-પ્રશાંત ક્ષેત્ર અંગે ચર્ચા થઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ચીન હિંદ-પ્રશાંતમાં પોતાનું વર્ચસ્વ સ્તાપિત કરવાનાં પ્રયાસો કરી રહ્યું છે. આ બેઠકમાં ત્રણેય દેશોએ એકવાર ફરીથી ઓપન અને ફ્રી ઇન્ડો પેસિફિકની ભલામણ કરી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિંદ પ્રશાંતના રણનીતિક મહત્વ અને ચીનના આક્રમક નીતિઓને જોતા તે અગાઉ ક્વોડ (ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાનું જુથ) બનાવવામાં આવ્યું હતું. આ ક્ષેત્રામાં ચીનને કાઉન્ટર કરવા માટે ભારત એક મહત્વની ભુમિકા નિભાવી રહ્યું છે. હિંદ પ્રશાંત ક્ષેત્ર સાથે જોડાયેલી ચિંતાઓ વચ્ચે જ આ મહત્વની બેઠકને અંજામ આપવામાં આવ્યો છે. આ બેઠકમાં ત્રણેય દેશોએ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં વિકાસ અને શાંતિ માટે મુક્ત, ખુલી, સમાવેશી અને નિયમ આધારિત વ્યવસ્થાની વાત કરી છે. 



શુક્રવારે આ બેઠક બાદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને તેને (JAI) શિખર સમ્મેલન નામ આપતા ઐતિહાસિક અને ખુબ જ મહત્વપુર્ણ ગણાવ્યું હતું. મોદીએ લખ્યું કે, આ બેઠકમાં શિંજો આબે અને ટ્રમ્પની સાથે સંપર્ક સુવિધાઓ વધારવા, સમુદ્રી ક્ષેત્રમાં સહયોગ વધારવા અને હિંદ પ્રશાંત ક્ષેત્રની સ્થિરતા અંગે વાતચીત થઇ. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે તમે આ દેશો જાપાન, અમેરિકા અને ભારતનું સંક્ષીપ્ત નામ પર નજર કરો તો (JAI) બને છે અને જયનો અર્થ સફળતા છે.