નવી દિલ્હીઃ પશ્ચિમ દેશોમાં સેક્સ ડોલ્સના ટ્રેન્ડ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ હવે આવી ડોલ્સ સમલૈંગિકો માટે પણ બજારમાં આવી શકે છે. અમેરિકન કંપની રિયલડોલ ટૂંક સમયમાં LGBTQ સમુદાય માટે સેક્સ ડોલ્સની એક સીરિઝ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. કંપની પ્રોગ્રામિંગ દ્વારા LGBTQ સમુદાય માટે ડિઝાઈન કરાયેલા મોડલ્સ ઓફર કરીને તેનો બજાર વિસ્તારવા માંગે છે. અહેવાલો અનુસાર RealDoll હાલમાં સમલૈંગિક ડોલના મોડલ પર ઝડપથી કામ કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાસ ટેકનોલોજીનો ઉપયોગ
Dialy Star ના રિપોર્ટ અનુસાર કંપની હેનરી નામથી એક મેલ સેક્સ ડોલ પર કામ કરી રહી છે. ખાસ વાત એ છે કે, આ ડોલ સમલૈંગિક હોવાનું પ્રોગ્રામ કરવામાં આવી રહ્યું છે. રિયલડોલના સીઇઓ મેટ મેકમુલેને કહ્યું કે, આ પુરૂષ ડોલ રોબોટિક હશે. કંપનીનો દાવો છે કે આ પુરૂષ ડોલમાં પુરૂષ જેવા તમામ ગુણો હશે. મેકમુલેને કહ્યું- અમે હેનરી માટે એક ખાસ ટેકનિક પર કામ કરવા જઈ રહ્યા છીએ. જે એક 'રિયલ મેન'નો અનુભવ કરાવી શકે છે.


અચાનક પવન ફૂંકાયો, ડ્રેસ ઉડ્યો અને મધદરિયે પથરાયાં કાંટા લગા ગર્લના કામણ! જુઓ માદક વીડિયો


વજન પણ ઉપાડી શકે છે ડોલ
આ ડોલ 2022 માં ગમે ત્યારે લોન્ચ થઈ શકે છે. અગાઉ 2019 માં કંપનીએ હાર્મની નામની સેક્સ ડોલ બનાવીને નવા બજારમાં એન્ટ્રી કરી હતી. કંપનીએ એવી સેક્સ ડોલ્સ પણ બનાવી છે જે તેનું માથું અને ચહેરાને હલાવી શકે છે. પરંતુ આ સેક્સ ડોલ્સની ઘણી આડઅસર બાદ હવે તે સુરક્ષિત રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નવી ટેક્નોલોજી સાથે એવી ડોલ્સ પણ બનાવવામાં આવી રહી છે જેમાં રોબોટિક હાથ હશે જે વજન પણ ઉપાડવામાં સક્ષમ હશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube