Russia Ukraine war: યુદ્ધ દરમિયાન પહેલીવાર ઘટી આ ઘટના, યુક્રેનની સેનાએ સરહદ ઓળંગી કર્યું આ કામ
એક મહિના કરતા પણ વધુ સમયથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલુ છે. અત્યાર સુધી રશિયાના યુક્રેન પર હુમલાના સમાચાર આવતા હતા પરંતુ હવે યુક્રેનની સેનાએ પલટવાર કર્યો છે.
નવી દિલ્હી: એક મહિના કરતા પણ વધુ સમયથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલુ છે. અત્યાર સુધી રશિયાના યુક્રેન પર હુમલાના સમાચાર આવતા હતા પરંતુ હવે યુક્રેનની સેનાએ પલટવાર કર્યો છે અને પહેલીવાર રશિયાના વિસ્તારમાં ઘૂસીને એક રશિયન સૈન્ય છાવણીમાં મોટો વિસ્ફોટ કરી નાખ્યો જેમાં ચાર લોકો ઘાયલ થયા.
ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ રશિયાના વિસ્તારમાં મોટો વિસ્ફોટ થયો જેમાં 4 લોકો ઘાયલ થયાના સમાચાર છે. જાણવા મળ્યું છે કે યુક્રેનની સેના દ્વારા હુમલો થયો હતો જે સરહદ પહેલો ગંભીર હુમલો છે. મળતી માહિતી મુજબ મંગળવારે મોડી રાતે સરહદ પાર એક રશિયન સૈન્ય છાવણીમાં મોટા વિસ્ફોટ પાછળ યુક્રેની સેનાનો હાથ હોવાનું કહેવાય છે.
સ્થાનિક રશિયન સમાચાર આઉટલેટ્સથી અપુષ્ટ ફૂટેજમાં રશિયામાં બેલગોરોડ પાસે એક સંદિગ્ધ હંગામી સૈન્ય ઠેકાણા પર આગના ભડકા જોવા મળી રહ્યા છે. રશિયાની સમાચાર એજન્સી તાસ સાથે વાત કરનારા એક સૂત્રએ જણાવ્યું કે યુક્રેન તરફથી એક હથિયારથી ગોળી ચલાવવામાં આવી હતી. તેનાથી જે વિસ્ફોટ થયો તેમાં ચાર લોકો ઘાયલ થયા. જો આ સાચુ હોય તો પહેલીવાર એવું બનશે કે જ્યારે યુક્રેનની સેનાએ સંઘર્ષ બાદ વ્લાદિમિર પુતિનની સરહદ પર આર્મીના લોકોને માર્યા છે.
Pakistan: ઈમરાન ખાન મોટી મુશ્કેલીમાં! ફ્લોર ટેસ્ટ પહેલા જ મળ્યો આ જબરદસ્ત મોટો ઝટકો
બેલગોરોદના ગવર્નર વ્યાચસ્લાવ ગ્લેડકોવે લખ્યું કે હવે બેલગોરોડ વિસ્તારમાં વિસ્ફોટોના અવાજ સંભળાય છે. આ ઘટના ક્રાસ્ની ઓક્ત્યેબર ગામ પાસે ઘટી. Krasny Oktyabr બેલગોરોડથી લગભગ 19 માઈલ દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે. આ બાજુ યુક્રેની દળોએ મંગળવારે રશિયન સેનાથી ઘેરાયેલા શહેર ઈરપિનને કથિત રીતે મુક્ત કરાવ્યું છે. જેને હવાઈ હુમલાથી નષ્ટ કરી દેવાયું હતું. ઈરપિનના મેયર ઓલેક્ઝેન્ડર માર્કુશીને પોતાના ટ્વિટર એકાઉન્ટથી આ જાહેરાત કરી અને વચન આપ્યું કે રણનીતિક રીતે મહત્વના શહેરને ફરીથી પડાવવાના કોઈ પણ પ્રયત્નને ફગાવી દેવામાં આવશે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube