Pakistan: ઈમરાન ખાન મોટી મુશ્કેલીમાં! ફ્લોર ટેસ્ટ પહેલા જ મળ્યો આ જબરદસ્ત મોટો ઝટકો
પાકિસ્તાનમાં બહુ જલદી અવિશ્વાસના પ્રસ્તાવ પર મતદાન થવાનું છે. પણ ફ્લોર ટેસ્ટ પહેલા જ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: પાકિસ્તાનમાં બહુ જલદી અવિશ્વાસના પ્રસ્તાવ પર મતદાન થવાનું છે. પણ ફ્લોર ટેસ્ટ પહેલા જ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. સહયોગી પાર્ટી MQM એ અવિશ્વાસના પ્રસ્તાવ પર મતદાનની બરાબર પહેલા વિપક્ષી દળો સાથે સમજૂતિ કરી લીધી છે. પીપીપીના પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ આ બાબતે ટ્વીટ કરીને જણાવ્યું કે સંયુક્ત વિપક્ષ અને MQM વચ્ચે એક સમજૂતિ થઈ છે. રાબતા કમિટી MQM અને PPP સીઈસી સમજૂતિની પુષ્ટિ કરશે. ત્યારબાદ આવતી કાલે પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને વધુ જાણકારી આપવામાં આવશે.
અત્રે જણાવવાનું કે પાકિસ્તાનની ઈમરાન ખાન સરકાર વિરુદ્દ વિપક્ષે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેના પર 31 માર્ચથી એટલે કે આવતીકાલથી ચર્ચા શરૂ થવાની છે. પરંતુ તે પહેલા જ ઈમરાન ખાનને મોટો ઝટકો મળ્યો છે. MQM અને પીપીપીની સમજૂતિ બાદ હવે ઈમરાન ખાન સરકારે બહુમત ગુમાવી દીધો છે.
જાણો શું છે સંસદનું ગણિત
પાકિસ્તાનની સંસદમાં કુલ 342 સભ્યો હોય છે. બહુમત માટે 172 હોવા જરૂરી છે. MQM ઈમરાન ખાનનો સાથ છોડી દે તો વિપક્ષ પાસે 177 સભ્યો થઈ જશે. જ્યારે ઈમરાન ખાન પાસે બહુમત ઘટીને 164 સભ્યો રહી જશે. વિપક્ષને ઈમરાન ખાનની સરકાર પાડવા માટે ફક્ત 172 સભ્યોની જરૂર છે. આ બાજુ ઈમરાન ખાને મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે કેટલાક લોકો વિદેશી ફંડની મદદથી પાકિસ્તાનમાં તેમની સરકાર પાડવાની કોશિશ કરી રહ્યા છે. ઈમરાન ખાન સરકારના મંત્રી અસદ ઉમરે દાવો કર્યો કે પીએમ ઈમરાન ખાન પાકિસ્તાનના ચીફ જસ્ટિસને આ પત્ર બતાવવા માટે તૈયાર છે.
ઈમરાન ખાન મુશ્કેલીમાં છોડી રહ્યા છે સહયોગીઓ સાથ
ઈમરાન ખાનની પાર્ટીના લગભગ 24 જેટલા સાંસદો બાગી બન્યા છે. આ સિવાય સરકારમાં જે સહયોગી પાર્ટીઓ છે તે MQMP, PMLQ અને જમ્હૂરી વતન પાર્ટીઓએ પણ એક એક કરીને સાથ છોડી દીધો છે. પહેલા જમ્હૂરી વતન પાર્ટીના નેતા શાહજૈન બુગતીએ ઈમરાન ખાનની કેબિનેટમાંથી રાજીનામું આપી દીધુ હતું. આ સાથે જ તેમણે ઈમરાન ખાન વિરુદ્ધ વિપક્ષને ટેકો આપવાનું નક્કી કર્યું છે. બીજી બાજુ MQMP એ પણ હવે વિપક્ષ સાથે સમજૂતિ કરી લેતા ઈમરાન ખાન માટે મોટી મુસીબત ઊભી થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે