ટોરન્ટો: કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં એક રોડ અકસ્માતમાં પાંચ ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. કેનેડા પોલીસે આ જાણકારી આપી. ધ કેનેડિયન પ્રેસના અહેવાલ મુજબ આ દુર્ઘટના ઓન્ટારિયોના ક્વિન્ટે વેસ્ટ શહેરમાં રાજમાર્ગ 401 પર એક વેન અને ટ્રેક્ટર વચ્ચે શનિવારે થયેલી ટક્કરના કારણે ઘટી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત
ક્વિન્ટે વેસ્ટમાં ઓન્ટારિયો પ્રાંતીય પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે હરપ્રીત સિંહ, જસપિન્દર સિંહ, કરણપાલ સિંહ, મોહિત ચૌહાણ અને પવન કુમારને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરાયા હતા. વિદ્યાર્થીઓની ઉંમર 21થી 24 વર્ષની વચ્ચે હતી. પોલીસે જણાવ્યું કે આ તમામ ગ્રેટર ટોરન્ટો અને મોન્ટ્રિયલ વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓ હતા.  


ચીન: કોરોના માથું ઉચકી રહ્યો છે, આ બે મોટા શહેરોમાં કડક પ્રતિબંધો લાગૂ


ભારતીય હાઈ કમિશનરે વ્યક્ત કર્યો શોક
કેનેડામાં ભારતના હાઈ કમિશનર અજય બિસારિયાએ આ ઘટનાને હ્રદય હચમચાવતી ઘટના ગણાવી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે કેનેડામાં હ્રદય હચમચાવતી ઘટના સામે આવી છે. ટોરન્ટો પાસે શનિવારે વાહન દુર્ઘટનામાં પાંચ ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા. જ્યારે બે હોસ્પિટલમાં છે. પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના. દરેક પ્રકારની સહાયતા ઉપલબ્ધ કરાવવા માટે અમે પીડિતોના મિત્રોના સંપર્કમાં છીએ. 


ભારતની મિસાઈલ સીધી પાકિસ્તાનમાં જઈને પડી, હવે ઈમરાન ખાને આપ્યું આ નિવેદન


મોડી રાતે થયો અકસ્માત
રિપોર્ટ્સ મુજબ વિદ્યાર્થીઓ શનિવારે સવારે રાજમાર્ગ 401 પર મુસાફર વેનથી પશ્ચિમ તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક વહેલી સવારે પોણા ત્રણ વાગે (સ્થાનિક સમય મુજબ) વાહન એક ટ્રેક્ટર ટ્રેલર સાથે ટકરાયું. પોલીસે જણાવ્યું કે ગંભીર રીતે ઘાયલ થયેલા બે અન્ય મુસાફરોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા. અકસ્માતની  તપાસ ચાલુ છે. હાલ જો કે કોઈ આરોપીની ધરપકડ થઈ નથી. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube