વિશ્વમાં ઝડપથી વધી રહ્યાં છે કોરોનાના કેસ, માત્ર 100 કલાકમાં દસ લાખ લોકો સંક્રમિત
કોરોનાનો પ્રથમ કેસ ચીનમાં જાન્યુઆરીની શરૂઆતમાં આવ્યો હતો. ત્યારબાદ આગામી ત્રણ મહિનામાં કોરોનાના કેસોની સંખ્યા 10 લાખ સુધી પહોંચી હતી. પરંતુ કોરોનાના કેસોની સંખ્યા 13 કરોડથી 14 કરોડ પહોંચવામાં માત્ર ચાર દિવસ લાગ્યા છે.
નવી દિલ્હીઃ કોરોના મહામારીને લઈને લોકોને આશા હતી કે સમયની સાથે-સાથે પ્રકોપમાં ઘટાડો થશે અને કેસોની સંખ્યા ઓછી થતી જશે. પરંતુ થઈ રહ્યું છે તેનાથી ઉલ્ટુ. કોરોના સમયની સાથે-સાથે વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. રોયટર્સ ટેલી પ્રમાણે શુક્રવારે વિશ્વમાં કોરોના કેસની સંખ્યા 14 કરોડની પાર થઈ ગઈ છે. એટલું જ નહીં માત્ર 100 કલાકમાં કોરોનાના રેકોર્ડ એક મિલિયન એટલે કે 10 લાખ કેસ સામે આવ્યા છે.
કોરોનાનો પ્રથમ કેસ ચીનમાં જાન્યુઆરીની શરૂઆતમાં આવ્યો હતો. ત્યારબાદ આગામી ત્રણ મહિનામાં કોરોનાના કેસોની સંખ્યા 10 લાખ સુધી પહોંચી હતી. પરંતુ કોરોનાના કેસોની સંખ્યા 13 કરોડથી 14 કરોડ પહોંચવામાં માત્ર ચાર દિવસ લાગ્યા છે. 13 જુલાઈએ વિશ્વમાં કોરોનાના કેસની કુલ સંખ્યા 13 કરોડ હતી પરંતુ 17ના તે 14 કરોડને પાર પહોંચી ગઈ છે.
અમેરિકામાં 36 લાખથી વધુ કેસ સામે આવી ચુક્યા છે. તેમ છતાં દરરોજ અહીં સંક્રમણમાં મોટો વધારો થઈ રહ્યો છે. ગુરૂવારે અહીં રેકોર્ડ 77 હજાર નવા કેસ સામે આવ્યા છે. જ્યારે સ્વીડનમાં મહામારીની શરૂઆતમાં અત્યાર સુધી 77,281 કેસ સામે આવી ચુક્યા છે.
Imperial College Coronavirus Vaccine: હ્યૂમન ટ્રાયલના બીજા તબક્કામાં પહોંચી બ્રિટનની વધુ એક વેક્સિન
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) પ્રમાણે શુક્રવારે કોરોનાના 2,37,743 કેસ સામે આવ્યા હતા. આ પહેલા 12 જુલાઈએ રેકોર્ડ 230,370 કેસ સામે આવ્યા હતા. આ આંકડા સ્પષ્ટ રીતે જણાવે છે કે હાલના દિવસોમાં કોરોના સંક્રમણમાં મોટો વધારો થયો છે. સૌથી વધુ જે દેશોથી કોરોનાના નવા કેસ આવી રહ્યાં છે તે- અમેરિકા, બ્રાઝિલ, ભારત અને દક્ષિણ આફ્રિકા છે.
પરંતુ જુલાઈ મહિનામાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા જોઈએ તો લગભગ 5 હજારની આસપાસ છે. એટલે કે મોતના આંકડામાં સ્થિરતા છે. પાછલા સાત મહિનામાં કોરોનાને કારણે વિશ્વમાં 590,000 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube