વોશિંગટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદને લઈને રાજકીય ઘમાસાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આ વચ્ચે અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએ અને એનએસએના પૂર્વ ડાયરેક્ટર માઇકલ હેડને ચેતવણી આપતા કહ્યુ કે, ડોનાલ્ડ ટ્રમ્પની ફરીથી વાપસી અમેરિકા માટે ખુબ ખરાબ હશે. તેમણે રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેનનું સમર્થન કર્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમને બીજીવાર ચૂંટવા અમેરિકા માટે ખુબ ખરાબ થશે
તેમણે કહ્યું કે, મેં તેમને ખુબ નજીકથી જોયા છે અને હવે હું ડરુ છું. મને નથી લાગતું કે રાષ્ટ્રપતિ બધી વસ્તુને સારી રીતે કરે છે. હું આ વિશે ખુબ દુખી છું. મને લાગે છે કે તે વધુ એક કાર્યકાળ ન કરી શકે. જો તે સત્તામાં આવશે તો અમેરિકા માટે ખુબ ખરાબ થશે. માઇકલ હેડને પાછલા ત્રણ રાષ્ટ્રપતિઓની સાથે કામ કર્યું છે. 


ટ્રમ્પ તે બધા કામ કરે છે જે રાષ્ટ્રપતિએ ન કરવા જોઈએ
ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં વસ્તુ હંમેશા મુશ્કેલ હોય છે. ક્યારેક અમે સાચા હોઈએ તો ક્યારેક અમે ખોટા હોઈએ. પરંતુ અમે તેના વિશે કંઇક કરવા માટે કામ કરી રહ્યાં છીએ. પરંતુ ટ્રમ્પ તેમ કરતા નથી. ઉદાહરણ તરીકે રશિયા સાથે વાત કરતા જે વસ્તુને કરે છે તેમણે તે ન કરવી જોઈએ.


ટ્રમ્પ બીજીવાર રાષ્ટ્રપતિ બન્યા તો અમારો કોઈ દોસ્ત નહીં હોય
અમેરિકી સેનાના પૂર્વ જનરલ રહી ચુકેલા માઇકલ હેડને કહ્યુ કે, ટ્રમ્પનો બીજો કાર્યકાળ અમેરિકી ગુત્પ સમુદાય માટે હાનિકારક હશે. તેનાથી દુનિયાભરમાં અમેરિકાના ગઠબંધનને નુકસાન પહોંચશે. જો તેમને બીજા કાર્યકાળ માટે પસંદ કરવામાં આવ્યા તો મને લાગે છે કે આપણે એકલા હશું. આપણી પાસે કોઈ મિત્ર નહીં હોય. 


જાણો, કઈ રીતે થાય છે વિશ્વના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી, 5 મહત્વની વાતો


ટ્રમ્પ તથ્યો અને સત્યની ચિંતા નથી કરતા
તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ ન તો તથ્યોની ચિંતા કરે છે અને ન સત્યની. તેમણે વ્હાઇટ સુપ્રીમેસીનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, ટ્રમ્પ તો દેશને પણ સુરક્ષિત રાખી શકશે નહીં.  હું બાઇડેનની કેટલીક પોલિસીથી અસહમત નથી, પરંતુ આ સમયે તે મહત્વપૂર્ણ નથી. આ સમયે અમેરિકા માટે શું મહત્વપૂર્ણ છે, આપણે તેના વિશે વિચારવુ જોઈએ. 


બુશ અને ઓબાનાના કાર્યકાળમાં પણ હતા સીઆઈએ ચીફ
માઇકલ હેડન 2006થી 2009 સુધી બુશના કાર્યકાળમાં સીઆઈએના ડાયરેક્ટર હતા. થોડા સમય માટે બરાક ઓબાનાના કાર્યકાળમાં પણ તેમણે સીઆઈએ માટે કામ કર્યું છે. હેડન તે 70 સુરક્ષા સલાહકારોમાંથી એક છે જેમણે રિપબ્લિકનના કાર્યકાળમાં કામ કર્યું છે પરંતુ ડેમોક્રેટિક ઉમેદવાર બાઇડેનનું પોતાનુ સમર્થન આપ્યુ છે. 
 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube