કોલકાતા: હાલમાં જ સોશિયલ મીડિયા પર જોવા મળેલા એક વાયરલ વીડિયોમાં બાંગ્લાદેશ (Bangladesh) ની સેનાના દેશમાંથી હાંકી કઢાયેલા પૂર્વ મેજર ડેલવર હુસૈન(Ex-Major Major Delaware Hussain)ના ઓનલાઈન લાઈવ વીડિયો(Online live video) ફૂટેજે હોબાળો મચાવી દીધો છે. લોકોએ તેમની હિન્દુ વિરોધી વાતો પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈસ્લામિક કટ્ટરપંથી
ડેલવર હુસૈને ઈસ્લામિક કટ્ટરપંથીની જેમ બાંગ્લાદેશમાં રહેતી હિન્દુ વસ્તીને ખુલ્લેઆમ ધમકી આપી છે. તેમણે મુસ્લિમ યુવાઓને વધુમાં વધુ રોજગારની તકો આપવા માટે બાંગ્લાદેશની ધરતી પરથી 15થી 20 લાખ હિન્દુઓને ઉખાડી ફેંકવાનું આહ્વાન કર્યું છે. અલ્લાહના નામ પર શપથ લેતા તેમણે કહ્યું કે દેશમાંથી લક્ષિત લોકોને બેદખલ કરાયા બાદ 15થી 20 લાખ નોકરી ખાલી થશે. 


હુસૈન વિદેશમાં રહે છે
રિપોર્ટ્સ મુજબ હુસૈન વિદેશમાં રહે છે અને વિપક્ષી બીએનપી-જેઈએલ(જમાત એ ઈસ્લામી) ગઠબંધન સાથે સંબંધ ધરાવે છે. જાહેર ક્ષેત્રમાં પૂર્વ મેજર અંગે વધુ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ એ સ્પષ્ટ છે કે બાંગ્લાદેશના રાજકારણમાં પ્રવેશ કરવા માટે હિન્દુ વિરોધી ભાવનાઓની રોકડી કરવાની કોશિશ થઈ રહી છે. 


33 મિનિટનો વીડિયો
પૂર્વ મેજરે પોતાના 33 મિનિટના વીડિયોમાં હિન્દુઓ પ્રત્યે ઝેર ઓકતા કહ્યું કે 'હું તમને બધાને આગ્રહ કરું છે બાંગ્લાદેશમાં રહેતા ભારતીયો કે ભારત પ્રેમી બાંગ્લાદેશીઓની સૂચિ તૈયાર કરો. હું જલદી એક વેબસાઈટ બનાવીશ જ્યાં તમે બધા ચૂપકેથી તેમના નામો મોકલી શકશો. હું પોલીસ અને બાંગ્લાદેશી સેનાને પણ સૂચિ આપીશ. જલદી એવો સમય આવશે કે જ્યારે આ હિન્દુઓને પાછા ભારત મોકલી દેવાશે.'


ફેસબુક પર હજારો ટિપ્પણીઓ
હુસૈનના આ વીડિયો પર એકલા ફેસબુક પર જ હજારો ટિપ્પણીઓ આવી છે અને આ સાથે જ તેને 1700થી વધુ વખત શેર કરાયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમણે ભારતીય નાગરિકોને બાંગ્લાદેશના અસલ દુશ્મન ગણાવતા બાંગ્લાદેશી ઉદ્યોગપતિઓ અંગે પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ઉદ્યોગપતિઓ વિનમ્ર છે જે ભારતીયોનું સન્માન કરે છે, તેમને નોકરી આપે છે. 


ભારતીયો પ્રત્યે કડક
કટ્ટરપંથી ઈસ્લામિક ભાવનાઓને પ્રોત્સાહિત કરતા હુસૈને સવાલ કરતા પૂછ્યું કે આ ઉદ્યોગપતિઓનું માનવું છે કે ભારતીયો વગર તેઓ બાંગ્લાદેશમાં વેપાર કરવા માટે સક્ષમ નથી. હું પૂછવા માંગુ છું કે શું  ભારતીયોએ પોતાના વ્યવસાયને વિક્સિત કર્યો છે? શું તેમણે પોતાનો વ્યવસાય વિક્સિત કર્યો છે? તો પછી ભારતીયો પ્રત્યે આવું નરમ વલણ કેમ?


ભારતીયોને પાછા મોકલો
હુસૈને કહ્યું કે જો આ વ્યવસાયીઓ પોતાનું વલણ નહીં બદલે તો તેમણે પોતાના ઓપરેશનને હવા આપવી પડશે. તેમણે કહ્યું કે બહું થયું, બાંગ્લાદેશના ગરીબ લોકોને ક્રોધથી ભરી દેવાયા છે. તેમની પાસે ખાવા માટે ભોજન નથી આથી આ ભારતીયોને પાછા મોકલો અને શિક્ષિત બાંગ્લાદેશીઓને તે પદો પર નિયુક્ત કરો. 


મીડિયા સંગઠન રાષ્ટ્ર વિરોધી
હુસૈને મીડિયા સંગઠનોના એક ભાગને રાષ્ટ્ર વિરોધી ગણાવતા તેમને ખતરનાક ગણાવ્યાં. હુસૈને કહ્યું કે અનેક દેશભક્ત પત્રકારોએ પોતાના ઈસ્લામી ઝૂકાવના કારણે દેશ છોડ્યો છે. તેમણે કેટલાક બાંગ્લાદેશીઓના નામ પણ જણાવ્યાં. હુસૈને બાંગ્લાદેશી મીડિયાના એ ભાગને નિશાન બનાવ્યું કે જે પાડોશી રાષ્ટ્રની સકારાત્મક છબી રજુ  કરે છે. તેમણે માગણી કરી કે તડીપાર કરાયેલા તમામ પત્રકારોને  બાંગ્લાદેશ પાછા બોલાવવામાં આવે અને તેમને દેશમાં મીડિયાનું કામ સોંપવાની જવાબદારી આપવામાં આવે. આ ઉપરાંત હુસૈને બાંગ્લાદેશના લોોકને ઉદાર મીડિયા સંગઠનોનો બહિષ્કાર કરવાનો પણ આગ્રહ કર્યો. (ઈનપુટ IANS) 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube