નવી દિલ્હી: શું ક્યારેય તમે કોઈ એવી વ્યક્તિ વિશે સાંભળ્યું છે કે જેના ચાર પગ હોય? કદાચ ના. પરંતુ દુનિયામાં એક એવી આશ્ચર્યજનક ઘટના ઘટી ચૂકી છે જેણે બધાને આશ્ચર્યચકિત કરી નાખ્યા હતા. અમેરિકાના ટેનેસી શહેરમાં વર્ષ 1868માં એક એવી બાળકીનો જન્મ થયો હતો જેના બે નહીં પરંતુ ચાર પગ હતા. આ બાળકીનું નામ માયર્ટલ કોર્બિન(Myrtle Corbin) હતું. તે પોતાના આ ચાર પગ સાથે 60 વર્ષ સુધી જીવી હતી. આજે પણ તેના ચાર પગની કહાની લોકો માટે કોઈ પહેલીથી કમ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


માયર્ટલના બે પગ હતા એકદમ નબળા
ડોક્ટરોએ જણાવ્યું હતું કે માયર્ટલના બે પગ સાજા હતા અને બે પગ નાના અને ખુબ નબળા હતા. તે પોતાના બે મજબૂત પગની મદદથી દૈનિક કાર્યો કરી લેતી હતી. તેને હરવા ફરવામાં જરાય મુશ્કેલી પડતી નહતી. પરંતુ તે જ્યાં પણ જતી હતી ત્યાં લોકો તેને ઘેર વળતા હતા. જેના કારણે તેને ક્યારેક પરેશાનીઓ સહન કરવી પડતી હતી. તેને જો કે તેના આ ચાર પગના કારણે લોકોને ખુબ પ્રેમ પણ મળ્યો હતો. તે સમયે તેને અનેક પ્રકારના એવોર્ડથી સન્માનિત કરાઈ હતી. 



માયર્ટલની બાયોગ્રાફીએ તોડ્યા તમામ રેકોર્ડ
માયર્ટલને આખી દુનિયા ચાર પગવાળી મહિલા તરીકે ઓળખે છે. જ્યારે તે 13 વર્ષની હતી ત્યારે તેની લાઈફ પર આધારિત એક પુસ્તક લખાયું હતું. જેનું નામ હતું 'બાયોગ્રાફી ઓફ માયર્ટલ કોર્બિન' છે. માયર્ટલના જીવન પર આધારિત આ પુસ્તકનું તે વખતે ધૂમ વેચાણ થયું હતું અને તેણે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. 



વર્ષ 1928માં દુનિયાને કરી અલવિદા
માયર્ટલે 19 વર્ષની ઉંમરે જેમ્સ ક્લિન્ટન બિકનેલ સાથે લગ્ન કર્યા હતા. માયર્ટલને ચાર પુત્રીઓ અને એક પુત્ર હતો. માયર્ટલની એક બહેન પણ હતી. જેની સાથે જેમ્સ ક્લિન્ટન બિકનેલના ભાઈ લોક બિકનેલ ક્લિન્ટને લગ્ન કર્યા હતા. વર્ષ 1928માં 60 વર્ષની ઉંમરે માયર્ટલનું નિધન થયું હતું. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube