નફરત અને જેહાદનું સમર્થન કરતા હતા ઈમામ, આ દેશની સરકારે મસ્જિદ પર તાળું મારી દીધુ
આ મસ્જિદના ઈમામ પર ધર્મોપદેશના નામે ખ્રિસ્તિ, સમલૈંગિક લોકો અને યહુદીઓ પ્રત્યે નફરત ફેલાવવાનો અને જેહાદનું સમર્થન કરવાનો આરોપ છે.
પેરિસ: ફ્રાન્સે ઈસ્લામિક કટ્ટરપંથ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા એક વિવાદિત મસ્જિદને તાળા મારી દીધા છે. આ મસ્જિદના ઈમામ પર ધર્મોપદેશના નામે ખ્રિસ્તિ, સમલૈંગિક લોકો અને યહુદીઓ પ્રત્યે નફરત ફેલાવવાનો અને જેહાદનું સમર્થન કરવાનો આરોપ છે. સરકારનું કહેવું છે કે ઉત્તરી ફ્રાન્સના બ્યૂવેસની મસ્જિદના ઈમામની ઉપદેશ આપવાની કટ્ટરપંથી પ્રવૃત્તિના કારણે મસ્જિદને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. પેરિસથી લગભગ 100 કિમી દૂર 50,000ની જનસંખ્યાવાળા બ્યૂવેસ કસ્બામાં બનેલી આ મસ્જિદ આગામી 6 મહિના માટે બંધ રહેશે.
પહેલેથી જ શરૂ થઈ ગઈ હતી પ્રક્રિયા
ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ ઓઈસે પ્રાંતના અધિકારીઓએ જણાવ્યું કે મસ્જિદમાંથી નફરત, હિંસા અને જેહાદની રક્ષાને ઉક્સાવવાના ઉપદેશ અપાઈ રહ્યા હતા. આ કારણે મસ્જિદને આગામી 6 મહિના માટે બંધ કરાઈ છે. ફ્રાન્સના ગૃહમંત્રી ગેરાલ્ડ ડારમૈનિન (Gerald Darmanin) એ બે અઠવાડિયા પહેલા સાઈટને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. ડારમૈનિને કહ્યું કે ઈમામ પોતાના ઉપદેશોમાં ખ્રિસ્તિઓ, સમલૈંગિકો અને યહુદીઓને નિશાન બનાવી રહ્યા હતા જે અસ્વીકાર્ય છે.
'વધુ પત્ની હોય તો સ્વર્ગના દ્વાર ખુલે છે' અહીં એક વ્યક્તિ રાખે છે ઓછામાં ઓછી 3 પત્ની
ઈમામે હાલમાં જ કબૂલ્યો હતો ઈસ્લામ
કાયદાકીય રીતે કાર્યવાહી કરતા પહેલા સ્થાનિક અધિકારીઓને 10 દિવસની સૂચના ભેગી કરવાનું કહેવાયું હતું. મંગળવારે અધિકારીઓએ ન્યૂઝ એજન્સી એએફપીની જણાવ્યું કે મસ્જિદ હવે બે દિવસની અંદર બંધ થઈ જશે. કહેવાય છે કે મસ્જિદના ઈમામે હાલમાં જ ઈસ્લામ ધર્મ કબૂલ્યો હતો. આ બાજુ મસ્જિદનું મેનેજમેન્ટ સંભાળતા એસોસિએશનના એક વકીલે જણાવ્યું કે ઈમામની વાતોને ખોટી રીતે લેવાઈ. જો કે આમ છતાં તેને સસ્પેન્ડ કરી દેવાયો છે.
ઓછી હાઈટવાળા પુરુષોની સેક્સ લાઈફ પર અત્યંત ચોંકાવનારો ખુલાસો, ખાસ જાણો
એસોસિએશનનો દાવો ફગાવ્યો
અધિકારીઓએ જણાવ્યું કે એસોસિએશનનો દાવો છે કે ઈમામે મસ્જિદથી ક્યારેક ક્યારેક જ ઉપદેશ આપ્યો હતો અને પછી તેને સસ્પેન્ડ કરી દેવાયો હતો. જ્યારે હકીકત એ હતી કે તે મસ્જિદમાં નિયમિતપણે આવતા હતા. તેમણે કહ્યું કે ઈમામે જેહાદ, ઈસ્લામના દુશ્મનો વિરુદ્ધ યુદ્ધ જેવા શબ્દોનો ઉપયોગ કરીને ખ્રિસ્તિઓ, સમલૈંગિકો અને યહુદીઓ વિરુદ્ધ નફરત ફેલાવવાનું કામ કર્યું. દેશમાં આતંકવાદી જોખમ ખુબ ઉચ્ચ સ્તરે બનેલું છે અને બંધનો ઉદ્દેશ્ય આતંકવાદના કૃત્યોને રોકવાનો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube