પેરિસ: ભારતમાં કોરોનાની બીજી લહેરથી જે રીતે ભયાનક સ્થિતિ પેદા થઈ રહી છે તેનાથી દુનિયાના અનેક દેશોનું ટેન્શન વધી ગયું છે. હવે ફ્રાન્સે પણ સુરક્ષા કારણોસર પગલું ભરતા ભારતથી આવનારા મુસાફરો માટે 10  દિવસનો ક્વોરન્ટાઈન સમય જરૂરી કરી નાખ્યો છે. આ અગાઉ અમેરિકાએ પોતાના નાગરિકોને ભારતની મુસાફરીથી બચવાની સલાહ આપી હતી. અમેરિકાએ કહ્યું હતું કે કોરોના રસી લગાવી ચૂકેલા લોકો હાલમાં ભારત જવાથી બચે. એ જ રીતે જોખમ જોતા બ્રિટને પણ ભારતને રેડ લિસ્ટમાં નાખ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રાવેલ બને પર જલદી નિર્ણય
ફ્રાન્સે આ અગાઉ બ્રાઝિલથી આવનારી તમામ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી. જેથી કરીને નવા કોરોના વેરિએન્ટને દેશમાં ફેલાતો અટકાવી શકાય. આ સાથે જ સરકારે કહ્યું છે કે ભારતની જેમ આર્જેન્ટિના અને દક્ષિણ આફ્રીકાથી આવતા લોકોએ પણ ક્વોરન્ટાઈન થવું પડશે. મહામારી પર કેબિનેટની બેઠક બાદ સરકારે કહ્યું કે જ્યાં સ્થિતિ ખુબ ખરાબ અને ચિંતાજનક છે અમે તે દેશોને ધ્યાનમાં રાખતા કડક પગલાં લઈશું. આવનારા દિવસોમાં ટ્રાવેલ બેનને લઈને પણ નિર્ણય લેવાશે. 


બંને દેશો વચ્ચે છે Air Bubble Agreement
ભારત અને ફ્રાન્સ વચ્ચે Air Bubble Agreement છે જે હેઠળ એર ઈન્ડિયા અને એર ફ્રાન્સ બંને દેશો વચ્ચે ફ્લાઈટ સંચાલન કરે છે. એર ફ્રાન્સ અઠવાડિયામાં 10 ફ્લાઈટ ઓપરેટ કરે છે જે પેરિસથી દિલ્હી, મુંબઈ અને બેંગ્લુરુ જાય છે. કહેવાય છે કે ફ્રાન્સસરકારના આ નિર્ણય બાદ ત્યાં જનારા મુસાફરોની સંખ્યામાં ઘટાડો થશે. અત્રે જણાવવાનું કે કોરોનાની ગતિ વધી રહી છે અને દરરોજ પહેલા કરતા વધુ કેસ નોંધાઈ રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને હવે એક મેથી રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ થશે. 


Coronavirus: આ રાજ્યમાં કોરોનાને હરાવવા માટે બધા રાજકીય પક્ષો એક થયા, જાણો કોણે શું કહ્યું? 


Video: આ ટચુકડું ગામ હંફાવી રહ્યું છે જીવલેણ કોરોનાને, દેશમાં હાહાકાર પણ ગામમાં એક પણ કેસ નથી નોંધાયો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube