પયગંબર કાર્ટૂન વિવાદઃ ફ્રાન્સના ચર્ચમાં ત્રણ લોકોની નિર્મમ હત્યા, મહિલાનું ગળુ કાપ્યું
ફ્રાન્સમાં પયગંબર વિવાદ વધુ આઘાતજનક બની રહ્યો છે. નાઇસ શહેરના એક ચર્ચમાં ચાકુથી થયેલા હુમલામાં ત્રણ લોકોના મોત થયા છે. એક મહિલાનું તો ISISના અંદાજમાં માથુ કાપવામાં આવ્યું છે.
પેરિસઃ પયગંબર કાર્ટૂન વિવાદમાં ફ્રાન્સમાં ટીચરની ગળુ કાપીને હત્યા બાદ હવે આ રીતે વધુ એક હત્યાનો મામલો સામે આવ્યો છે. ફ્રાન્સના એક ચર્ચમાં એક હુમલાખોરે એક મહિલાનું ગળુ કાપ્યું અને બે અન્ય લોકોની ચાકુ મારીને નિર્મમ હત્યા કરી છે. આ ઘટના ફ્રાન્સના નાઇસ શહેરમાં થઈ છે. શહેરના મેયરે આ દુર્ઘટનાપૂર્ણ ઘટનાને આતંકવાદ ગણાવી છે.
મેયર ક્રિસ્ચિયન ઇસ્તોર્સીએ કહ્યું કે, ચાલુથી આ હુમલો શહેરના નોટ્રે ડેમ ચર્ચમાં થયો છે. પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે, ત્રણ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. અન્ય લોકોને ઈજા પહોંચી છે. એક પોલીસ સૂત્રએ કહ્યુ કે, મહિલાનું ગળુ કાપવામાં આવ્યું છે. ફ્રાન્સના એક નેતાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે કે મહિલાનું ગળુ કાપવામાં આવ્યું છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube