નવી દિલ્હી: ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી હવે એન્ટીગુઆથી પણ ગૂમ થઈ ગયો છે. મેહુલ ચોક્સી ભારતમાં પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડનો આરોપી છે અને ભાગેડુ જાહેર થયેલો છે. મેહુલ ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે દાવો કર્યો છે કે હવે એન્ટીગુઆ પોલીસે તેની શોધ શરૂ કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેહુલ ચોક્સી ડિનર કરવા માટે ઘરેથી નીકળ્યો અને ગાયબ થયો
મેહુલ ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે કહ્યું કે મેહુલ ચોક્સી સોમવારે ઘરેથી નીકળ્યો હતો અને દ્વીપના દક્ષિણ ભાગમાં આવેલી એક જાણીતી હોટલમાં ડિનર કરવા ગયો હતો. ત્યારબાદ તે પાછો ફર્યો નથી. આ બાજુ antiguanewsroom.com ના એક રિપોર્ટમાં કહેવાયું છે કે મેહુલ ચોક્સીની કાર મોડી સાંજે જોલી હાર્બરમાં મળી. પરંતુ તે તેમા નહતો. 


7th Pay Commission: કોરોના સંકટ વચ્ચે સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, વેરિએબલ મોંઘવારી ભથ્થામાં ધરખમ વધારો


મેહુલ ચોક્સીની સુરક્ષાને લઈને પરિવાર ચિંતિત-વકીલ
હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે જણાવ્યું કે મેહુલ ચોક્સી ગાયબ છે. તેના પરિવારના સભ્યો તેની સુરક્ષાને લઈને ચિંતિત છે. વકીલે કહ્યું કે પરિવારે મને ચર્ચા માટે બોલાવ્યો છે. એન્ટીગુઆ પોલીસ તપાસ કરી રહી છે. 


Viral Video: કમલા હેરિસે દ.કોરિયન રાષ્ટ્રપતિ સાથે હાથ મિલાવ્યા બાદ આ શું કરી નાખ્યું? વિવાદ ઊભો થયો


કોણ છે આ મેહુલ ચોક્સી અને શું આરોપ છે?
અત્રે જણાવવાનું કે 61 વર્ષનો મેહુલ ચોક્સી ભારતીય વેપારી અને રીટેલ આભૂષણ ગીતાંજલિ સમૂહનો માલિક છે. હીરા વેપારી નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સીએ બેન્ક અધિકારીઓ સાથે મળીને પંજાબ નેશનલ બેન્કમાં લગભગ 14 હજાર કરોડ રૂપિયાથી વધુનું ફ્રોડ આચર્યું છે. ચોક્સી ભારતમાંથી ભાગી ગયો અને હવે તપાસ એજન્સીઓના જણાવ્યાં મુજબ તે એન્ટીગુઆ અને બર્મૂડામાં રહે છે. જ્યારે નીરવ મોદી લંડનની એક જેલમાં બંધ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube