G7 સમિટમાં બાઇડન અને ટ્રુડોને મળ્યા PM મોદી, દુનિયાના 7 અમીર દેશોની બેઠક શરૂ
જર્મનીના ચાંસલર ઓલાફ સ્કોલ્ઝના નિમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મન પ્રેસીડેન્સીના અંતગર્ત G7 શિખર સંમેલન (48th G7 summit) માં ભાગ લઇ રહ્યા છે. તેમાં દુનિયાના 7 અમીર દેશોના નેતા યૂક્રેન પર રશિયાના આક્રમણ, ખાદ્ય સુરક્ષા અને આતંકવાદ સહિત વિભિન્ન મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઇ રહી છે.
G7 Summit: જર્મનીના ચાંસલર ઓલાફ સ્કોલ્ઝના નિમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મન પ્રેસીડેન્સીના અંતગર્ત G7 શિખર સંમેલન (48th G7 summit) માં ભાગ લઇ રહ્યા છે. તેમાં દુનિયાના 7 અમીર દેશોના નેતા યૂક્રેન પર રશિયાના આક્રમણ, ખાદ્ય સુરક્ષા અને આતંકવાદ સહિત વિભિન્ન મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઇ રહી છે. જર્મની G7 ના અધ્યક્ષના રૂપમાં શિખર સંમેલનની મેજબાની કરી રહ્યા છે.
બે દિવસીય જર્મનીના યાત્રા પર પીએમ મોદી
તમને જણાવી દઇએ કે પ્રધાનમંત્રી મોદી G7 સંમેલન માટે રવિવારે બે દિવસીય યાત્રા પર જર્મનીમાં છે. તે ઉર્જા, ખાદ્ય સુરક્ષા, આતંકવાદ સામે મુકાબલો, પર્યાવરણ અને લોકતંત્ર જેવા મુદ્દા પર ગ્રુપના નેતા અને સહયોગી સાથે વિચાર વિમર્શ કરી રહ્યા છે.
અમેરિકામાં મહિલાઓએ કેમ કરી સેક્સ સ્ટ્રાઇક! કહ્યું- ગર્ભપાતનો અધિકાર મળશે તો જ બનાવીશું સંબંધ
શું છે G-7?
અત્રે ઉલ્લેખનીય છે કે G-7 ગ્રુપ દુનિયાના સાત સૌથી અમીર દેશોનું ગ્રુપ છે. આ ગ્રુપમાં બ્રિટન, કેનેડા, ફ્રાંસ, જર્મની, ઇટલી, જાપાન અને અમેરિકા સામેલ છે. તેમાં આર્જેટીના, ઇન્ડોનેશિયા, સેનેગલ, દક્ષિણ આફ્રીકા જેવા દેશોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. આ બેઠકમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન, બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસ્ન, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રો, કેનેડાના પ્રધાનમંત્રી ટ્રૂડૂ આમંત્રિત કરવામાં આવ્યો છે. આ બેઠકમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન, બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસન, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રો, કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડૂ સહિત ઘણા અન્ય ટોચના નેતા ભાગ લઇ રહ્યા છે.
ભારતના તે દેશોમાં જ્યાં ડેટા સૌથી સસ્તો
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી 2 દિવસીય યાત્રા પર જર્મની પહોંચ્યા છે. એવામાં તેમણે પોતાની યાત્રાના પહેલાં દિવસે એટલે કે રવિવારે કહ્યું હતું કે Information Technology માં, Digital Technology ભારત પોતાનો પરચમ લહેરાવી રહ્યું છે. દુનિયામાં થઇ રહેલા realtime ડિજિટલ પેમેન્ટમાં 40 ટકા ટ્રાંજેક્શન ભારતમાં થઇ રહ્યા છે. આજે ભારતના ડેટા કંઝમ્પશનમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારત તે દેશોમાં છે જ્યાં ડેટા સૌથી સસ્તો છે. આજનું ભારત 'હોય છે, ચાલે છે, આવી જ રીતે ચલશે' વાળી માનસિકતાથી બહાર નિકળી ગયું છે. આજે ભારત 'કરવું છે, કરવાનું જ છે' અને 'સમયસર કરવાનું છે' નો સંકલ્પ ધરાવે છે. ભારત હવે તત્પર છે, તૈયાર છે, અધીર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube