HIV નો ઈલાજ શોધી રહેલા વૈજ્ઞાનિકોને હવે તેમની કોશિશમાં જાણે સફળતા મળી રહી હોય તેવું જણાય છે. જો કે HIV ની સાથે સાથે કેન્સર પણ હોય તે ખુબ જ જોખમભરી સ્થિતિ બને છે. કારણ કે બંને બીમારીઓ જીવલેણ છે. સોમવારે જર્મનીના એક એવા દર્દી વિશે ખબર પડી કે જેને વર્ષોથી HIV અને કેન્સર બંને હતા. પરંતુ હવે તે બિલકુલ સાજો થઈ ગયો છે. સોમવારે એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું કે નવી ટેક્નોલોજીથી HIV અને કેન્સર બંને સામે ઝઝૂમી રહેલા એક દર્દીને સાજો કરી દેવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાચાર એજન્સી એએફપીના રિપોર્ટ મુજબ 53 વર્ષનો આ વ્યક્તિ જર્મનીના ડ્યૂસેલડોર્ફનો છે. 2008માં તેને ખબર પડી કે તે HIV પોઝિટિવ છે. ત્યારબાદ 3 વર્ષ પછી તેને બ્લડ કેન્સર થઈ ગયું, જેને એક્યુટ માઈલોઈડ લ્યુકેમિયાના નામથી ઓળખવામાં આવ્યું. 2013માં તેનું સ્ટેમ સેલની મદદથી બોન મેરો ટ્રાન્સ્પ્લાન્ટ થયું. આ એક મહિલા ડોનરના કારણે શક્ય બની શક્યું. મહિલાના CCR5 મ્યુટેશન જીને બીમારીને શરીરમાં ફેલાતી રોકી. આ દુર્લભ જીન છે. જે કોશિકાઓમાં HIV ને ફેલાતું અટકાવે છે. આ વ્યક્તિની 2018માં HIV માટે કરવામાં આવતી એન્ટીરેટ્રોવાઈરલ થેરેપી પણ બંધ કરી દેવાઈ હતી. સતત 4 વર્ષ સુધી પરીક્ષણ કર્યું પરંતુ HIV પાછા ફરવાના કોઈ લક્ષણ જોવા મળ્યા નહીં. 


નોટનો અડધો ટુકડો હશે તો પણ મળશે પૈસા! જાણો RBI નો નિયમ અને કેવી રીતે બદલાવવી નોટ


આ 2 કપલ દરરોજ બદલે છે પાર્ટનર, એક-બીજાની પત્ની સાથે સૂવાનો Video પણ શેર કર્યો


EPFO કર્મચારીઓને મોટી ભેટ, હવે વધુ મળશે પેન્શન, જાણો શું છે ગાઈડલાઈન


દર્દીનું નામ જો કે હજુ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ તે સાજા થયા બાદ ખુબ ખુશ છે. તેણે સૌથી પહેલા તેના ફીમેલ ડોનરનો આભાર માન્યો. અને દુનિયાભરના ડોક્ટરોની ટીમ માટે  કહ્યું કે મને તમારા બધા પર ગર્વ છે. જે મારા કેન્સર અને HIV ને ઠીક કરવામાં સફળ રહ્યા. ગત વર્ષે અલગ અલગ વૈજ્ઞાનિક સંમેલનોમાં એચઆઈવી અને કેન્સરથી પીડિત બે અન્ય લોકોની રિકવરીની પણ જાહેરાત કરવામાં આવી. જો કે આ મામલાઓ પર સ્ટડી પ્રકાશિત થવાનો બાકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube