લંડન: આગામી મહિને લંડનમાં હ્યૂમન ચેલેંજ ટ્રાયલ થવા જઇ રહ્યું છે. લંડનના રોયલ ફ્રી હોસ્પિટલમાં થવા જઇ રહેલા આ ટ્રાયલમાં લગભગ 2500 બ્રિટિશર્સ જાણીજોઇને કોરોના પોઝિટિવ થવા જઇ રહ્યા છે. ત્યારબાદ આ લોકો પર વેક્સીનની ટેસ્ટિંગ કરવામાં આવશે. આ ટ્રાયલમાં પહેલાં સ્વસ્થ લોકોને કોરોના વાયરસ પોઝિટિવ કરવામાં આવશે અને પછી તેમને વેક્સીન આપવામાં આવશે અને તેના પરિણામોને મોનિટર કરાવવામાં આવશે જેથી એ જાણી શકાશે કે આ વેક્સીન કામ કરી રહી છે કે નહી. આ પહેલાં પણ મલેરિયા, ટાયફોડ અને ફ્લૂ જેવી બિમારીઓ માટે આ પ્રકારના પ્રયોગ કરવામાં આવ્યા છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમારા જીવનમાં હશે આ 4 S, તો તમે ક્યારેય માણી નહી શકો સેક્સનો આનંદ


આ ટ્રાયલ એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી કોરોના વેક્સીનના કામમાં તેજી લાવી શકાય. આ તમામ લોકોની ઉંમર 18 થી 30 વર્ષ વચ્ચે હશે. આ ઉંમરના લોકોમાં કોરોનાથી મૃત્યું પામવાનું સૌથી ઓછું રિસ્ક છે. તેમને રોયલ ફ્રી હોસ્પિટલના સ્પેશ્યાલિસ્ટ ક્લિનિકમાં રોકવામાં આવશે અને અહીં તેમના લક્ષણોને મોનિટર કરવામાં આવશે. આ બે થી ત્રણ અઠવાડિયાના એક્સપેરિમેન્ટ માટે આ લોકોને 4000 પાઉન્ડસ મળશે જે ઇન્ડીયન કરન્સીમાં લગભગ-લગભગ લાખ રૂપિયા હશે. 


18 વર્ષના એલિસ્ટર ફ્રેજર પણ આ ટ્રાયલનો ભાગ છે. તેમણે જણાવ્યું હતું કે તેમને એક ક્લિનિકમાં ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી લોક રાખવામાં આવશે અને તેમની બોડીને મોનિટર કરવામાં આવશે. તેમણે કહ્યું કે જો આ ટ્રાયલ સફળ રહી તો આ લાખો લોકોની જીંદગી બચાવી શકે છે. એટલા માટે તે ટ્રાયલનો ભાગ બનવા માટે તૈયાર થયા છે. 

Relationship: છોકરીઓની આ 5 અદાઓ પર ફિદા થઇ જાય છે છોકરા, ફટાક દઇને કરી દે છે પ્રપોઝ


આ ઉપરાંત 29 વર્ષની જેનિફર રાઇટ પણ આ ટ્રાયલ્સનો ભાગ છે. તેમણે કહ્યું કે મારા કેટલાક દોસ્ત છે જે મેડિકલ ફીલ્ડમાં કામ કરે છે અને તે આ મહામારીના દૌરમાં દરેક પ્રકારના રિસ્ક લેતાં અને પોતાના જીવના જોખમે લોકોને બચાવી રહ્યા છે. તો બીજી તરફ અમારામાં ઘણા એવા લોકો છે જે ઘર પર સુરક્ષિત છે. એવામાં જ્યારે મને આ પ્રકારની તક મળે તો હું ના પાડી શક્યો નહી કારણ કે હું જલદી થી જલદી આ વાયરસનો તોડ નિકાળનાર વેક્સીનની રાહ જોઇ રહી છું. 


તમને જણાવી દઇએ કે ટ્રાયલ્સની શરૂઆત 18મી શતાબ્દીમાં વૈજ્ઞાનિક એડવર્ડ જેનરએ કરી હતી જ્યારે તેમણે પોતાના બગીચામાં કામ કરનાર પુત્રને વાયરસથી સંક્રમિત કરી દીધા હતા જેથી તે જાણી શકે કે તેમની વેક્સીન પ્રભાવશાળી છે કે નથી. ત્યારબાદથી જ આ એક્સપેરિમેન્ટ ઘણી ઘાતક બિમારીઓ માટે ખૂબ ઇફેક્ટિવ સાબિત થઇ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube