જેની ગણતરી દુનિયાના સૌથી કટ્ટર મુસ્લિમ દેશમાં થાય છે, ત્યાં રેવ પાર્ટી યોજાતા દુનિયા આશ્ચર્યચકિત
આ MLD બીસ્ટ સાઉન્ડસ્ટોર્મ નામના ચાર દિવસના મ્યૂઝિક ફેસ્ટિવલને સરકારનું સમર્થન મળેલું હતું અને તેમા ટિએસ્ટો અને આર્મિન વેન બુરેન જેવા વિખ્યાત ડીજે સામેલ હતા.
રિયાધ: દુનિયાના સૌથી કટ્ટર મુસ્લિમ દેશ તરીકે ઓળખાતા સાઉદી અરબમાં હવે બદલાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી અહીં ઘણું એવું જોવા મળ્યું છે જે દર્શાવે છે કે કટ્ટર સોચને પાછળ છોડીને સાઉદી અરબ હવે દુનિયા સાથે તાલમેળ કરવા માંગે છે. જેનું સૌથી તાજું ઉદાહરણ રેવ પાર્ટી અને મ્યૂઝિક ફેસ્ટિવલનું આયોજન છે જેમાં પુરુષોની સાથે સાથે મહિલાઓએ પણ વેસ્ટર્ન આઉટફિટમાં ભાગ લીધો. પાર્ટીમાં સામેલ લોકો મ્યૂઝિકની ધૂન પર એવા નાચ્યા કે જાણે તેઓ સાઉદી અરબમાં નહીં પરંતુ અમેરિકામાં હોય. જો કરે આ દરમિયાન પણ તેઓ ધાર્મિક માન્યતાઓને સન્માન આપવાનું ભૂલ્યા નહીં.થોડીવાર માટે મ્યૂઝિક બંધ થયું અને તેમણે ઈસ્લામિક ઈબાદત કરી. ત્યારબાદ ફરીથી આખો વિસ્તાર મોટા સંગીતના શોરથી ગૂંજવા લાગ્યો હતો.
ક્રાઉન પ્રિન્સે કર્યા અનેક બદલાવ
ધ બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ સાઉદી અરબ (Saudi Arabia) માં વીકએન્ડ પર આયોજિત ઈલેક્ટ્રોનિક મ્યૂઝિક ફેસ્ટિવલ (Electronic Music Festival) થી જાણવા મળે છે કે વિવાદાસ્પદ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (Crown Prince Mohammed bin Salman) ના રાજમાં આ દેશ રૂઢિવાદી સામ્રાજ્યમાંથી બહાર નીકળી રહ્યો છે. થોડા સમય પહેલા ક્રાઉન પ્રિન્સે મહિલાઓના ડ્રાઈવિંગ પર લાગેલી રોક હટાવી હતી, લિંગના આધારે થનારા ભેદભાવને ઓછા કરવાની દિશામાં કામ શરૂ કર્યું હતું અને રસ્તાઓ પર ફરી ફરીને મ્યૂઝિક વગાડનારાઓને દંડિત કરનારી ધાર્મિક પોલીસના અધિકાર ઓછા કર્યા હતા.
ઓપનિંગ નાઈટમાં 1,80,000થી વધુ પહોંચ્યા
આ MLD બીસ્ટ સાઉન્ડસ્ટોર્મ નામના ચાર દિવસના મ્યૂઝિક ફેસ્ટિવલને સરકારનું સમર્થન મળેલું હતું અને તેમા ટિએસ્ટો અને આર્મિન વેન બુરેન જેવા વિખ્યાત ડીજે સામેલ હતા. આયોજકોનું કહેવું છે કે ઓપનિંગ નાઈટમાં જ 1,80,000થી વધુ લોકો તેના સાક્ષી બન્યા. આ ઈવેન્ટનો ભાગ બનેલા શાહી પરિવારના સભ્યો અને આંતરપ્રિન્યોર પ્રિન્સ ફહદ અલ સઉદે પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે 'અમને આગળ વધવા દો, અમને પોતાની જાતને તે અંદાજમાં રજુ કરવા દો, જેમાં અમે ફિટ મહેસૂસ કરીએ છીએ.'
મલાલા અને તેમના પતિનો Video થયો વાયરલ, પૂછ્યું- શું દાઢી હટાવવી જોઈએ?
ઓઈલ પર નિર્ભરતા ઓછી કરવાની કવાયત
વાસ્તવમાં આ ફેસ્ટિવ એક રોમાંચક મહિનાનો ભાગ હતો, જેમાં સાઉદી અરબે ફોર્મ્યૂલા વન રેસ, Art Biennials અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના પ્રવાસની મેજબાની કરી હતી. આ બધુ દર્શાવે છે કે આ ઈસ્લામિક દેશ ધીરે ધીરે પોતાની કટ્ટર સીમાઓને પાછળ ધકેલી રહ્યો છે. હકીકતમાં ક્રાઉન પ્રિન્સ તેલ પર નિર્ભરતા છોડીને સાઉદી અરબને અન્ય ક્ષેત્રોમાં પણ મજબૂત કરવા માંગે છે. ઉદાહરણ તરીકે મનોરંજન અને પર્યટન. આથી તેઓ પોતાના દેશના કટ્ટરવાદી ચહેરાને બદલવામાં લાગ્યા છે.
સમગ્ર દુનિયા માટે ચેતવણી! જાણો રશિયાના રાષ્ટ્રપતિ પુતિને PM મોદીને કર્યો ફોન, આ મુદ્દા પર થઈ વાતચીત
વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળી મહિલાઓ
રણમાં આયોજિત આ મ્યૂઝિક ફેસ્ટીવલને જોઈને લાગતું નહતું કે આ બધુ સાઉદી અરબમાં થઈ રહ્યું છે. ડીજેની ધૂન પર વેસ્ટર્ન આઉટફિટમાં મહિલાઓ નાચતી જોવા મળી જે દેશનું એક અલગ જ સ્વરૂપ દેખાડતું હતું. ઈસ્લામિક દેશોમાં મહિલાઓનું આ રીતનું પ્રદર્શન ગુનો ગણાતો હોય છે. થોડા વર્ષો પહેલા સુધી સાઉદી અરબમાં પણ મહિલાઓ ફક્ત પડદા પાછળ સુધી સિમિત હતી. પરંતુ હવે અહીં હવા બદલાઈ રહી છે. ધાર્મિક કટ્ટરવાદ અને રૂઢિવાદી સોચને આ મુસ્લિમ દેશ પાછળ છોડી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube