બેઇજિંગઃ Money For Boyfriend: લોકો ઘણીવાર મેલીવિદ્યાને કારણે પોતાનું નુકસાન કરી બેસે છે અને કે ઘણા પૈસા ખર્ચી કાઢીને આખરે ભાનમાં આવે છે કે ઘણા રૂપિયા વપરાઈ ગયા...હાલમાં જ ચીનમાંથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યારે એક યુવતીએ તેના બોયફ્રેન્ડને પામવા માટે જ્યોતિષની મદદ લીધી હતી. જોકે, જ્યોતિષી પણ મહાઠગ નીકળ્યો અને યુવતી સાથે ખરાબ રીતે છેતરપિંડી કરી. વાસ્તવમાં આ ઘટના ચીનના એક શહેરની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, એક છોકરીને બોયફ્રેન્ડ સાથે લાંબા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. અને તે તેને પાછો મેળવવા માટે સંઘર્ષ કરી રહી હતી. પછી એક દિવસ અચાનક તેની મુલાકાત એક જ્યોતિષ સાથે થઈ. જ્યોતિષીએ તેને વચન આપ્યું કે તે તેના બોયફ્રેન્ડને પાછો મેળવી આપશે, બસ તેણે બે કે ત્રણ કામ કરવા પડશે. છોકરી આ માટે તૈયાર થઈ ગઈ.


આ પણ વાંચોઃ 14 વર્ષના વિદ્યાર્થી સાથે 31 વર્ષીય મહિલા ટીચરને થઈ ગયો પ્રેમ, પછી કર્યું ગંદુ કામ


ચીજવસ્તુઓનું લિસ્ટ પકડાવ્યું...
જ્યોતિષીએ તેને એક સ્થળ કહ્યું અને તેને કેટલીક વસ્તુઓ લખવા માટે કહ્યું જે તેણે પોતાની સાથે લાવવાની રહેશે. તેમાં મીણબત્તીઓ અને અન્ય વસ્તુઓ સામેલ હતી. છોકરી થોડા પૈસા અને મીણબત્તી લઈને પહોંચી. જ્યોતિષીએ મીણબત્તી સળગાવી અને કેટલાક મંત્રોનો જાપ કરાવ્યો. તેણે કહ્યું કે કાળો જાદુ કરવામાં આવશે અને થોડા વધુ પૈસાની જરૂર પડશે. જે બાદ તેણે પૈસા લીધા હતા.


આ પણ વાંચો- બ્યુટી ક્વીનનાં પારદર્શક ડ્રેસ પર લાઈટ પડતાં બધું દેખાઇ ગયું અને પછી મચી ગયો હોબાળો


આશરે દોઢ લાખ રૂપિયા લીધા હતા
અંતે જ્યોતિષે કહ્યું કે બે-ત્રણ યુવતીઓ પાસેથી પૈસા લઈને તે કર્મકાંડ કરતો રહ્યો. રિપોર્ટ અનુસાર જ્યોતિષીએ તે છોકરી પાસેથી લગભગ દોઢ લાખ રૂપિયા લીધા અને અચાનક ગાયબ થઈ ગયા. જ્યારે યુવતીએ તેને શોધવાનું શરૂ કર્યું તો તે મળ્યો ન હતો. આ પછી યુવતીએ આ બધી વાત તેના મિત્રોને કહી તો યુવતીને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube