બ્યુટી ક્વીનનાં પારદર્શક ડ્રેસ પર લાઈટ પડતાં ભારે હોબાળો મચ્યો, આયોજકોએ માફી માંગવી પડી

yellow dress: 24 વર્ષની મોડલ ફૂઓંગ ઓન્હ શોના પ્રથમ રનર અપને ટાઈટલ આપવા માટે સ્ટેજ પર પહોંચી હતી. આ દરમિયાન તેણે પીળા કલરનો ખૂબ જ પાતળો પારદર્શક ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં તેની બોડી ખૂબ જ એક્સપોઝ થઈ રહી હતી.

બ્યુટી ક્વીનનાં પારદર્શક ડ્રેસ પર લાઈટ પડતાં ભારે હોબાળો મચ્યો, આયોજકોએ માફી માંગવી પડી

Vietnam, Model Phuong Onh: વિયેતનામમાં એક બ્યુટી કોન્ટેસ્ટ દરમિયાન એક મોડલના ડ્રેસને લઈને હંગામો મચી ગયો હતો. પૂર્વ બ્યુટી ક્વીન રહી ચૂકેલી આ મોડલ મિસ વિયેતનામ બ્યુટી કોન્ટેસ્ટના એક સ્પર્ધકને એવોર્ડ આપવા સ્ટેજ પર પહોંચી હતી. આ દરમિયાન તેણે જે ડ્રેસ પહેર્યો હતો તે એકદમ પારદર્શક હતો. મોડલના આ ડ્રેસ સામે લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે.

વિયેતનામમાં એક બ્યુટી કોન્ટેસ્ટ દરમિયાન એક મોડલ અને પૂર્વ બ્યુટી ક્વીનએ એવો ડ્રેસ પહેર્યો હતો જેનાથી ભારે વિવાદ થઈ ગયો. એટલું જ નહીં, લોકોએ આ ડ્રેસ પહેરવા બદલ પૂર્વ બ્યુટી ક્વીનની આકરી ટીકા પણ કરી હતી. હકીકતમાં, શો દરમિયાન એવોર્ડ આપવા માટે સ્ટેજ પર પહોંચેલી આ પૂર્વ બ્યુટી ક્વીનનો ડ્રેસ એકદમ પારદર્શક હતો, જેને જોઈને ત્યાંના લોકો ગુસ્સે થઈ ગયા.

શોમાં યલો ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેર્યો હતો
ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, 24 વર્ષની મોડલ ફૂઓંગ ઓન્હ શોના પ્રથમ રનર અપને ટાઈટલ આપવા માટે સ્ટેજ પર પહોંચી હતી. આ દરમિયાન તેણે પીળા કલરનો ખૂબ જ પાતળો પારદર્શક ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં તેની બોડી ખૂબ જ એક્સપોઝ થઈ રહી હતી. લોકોએ તેના ડ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી હતી, ત્યારબાદ 2022ની મિસ વિયેતનામ રનર અપને આ ગાઉન માટે બધાની માફી માંગવી પડી હતી.

પૂર્વ બ્યુટી ક્વીને ડ્રેસ માટે માફી માંગી
આ વિવાદ પછી ફૂઓંગે કહ્યું કે, આ ડ્રેસને લઈને તે ખૂબ જ ક્ષોભ અનુભવી રહી છે. તેણે એમ પણ કહ્યું કે આ ઘટનામાંથી તેને બોધપાઠ મળ્યો છે. મિસ વિયેતનામ 2022ના આયોજકોએ પણ આ ઘટના પર ગુસ્સે થયેલા પ્રશંસકોની માફી માંગી હતી. ફૂઓંગ 2020ની સ્પર્ધામાં રનર-અપ રહી છે. આ શો દરમિયાન જ્યારે સ્પોટલાઈટ તેના ડ્રેસ પર પડી ત્યારે તેનું બોડી એક્સપોઝ થઈ રહ્યું હતું. 

ઈવેન્ટ આયોજકોએ એક નિવેદન જાહેર કર્યુ
ઈવેન્ટના આયોજકોએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ભૂતપૂર્વ રનર-અપ ફામ એનગોક ફુઓંગ એન સાથે જે સ્થિતિ સર્જાઈ તે ખૂબ જ ક્ષોભજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. આ ડ્રેસ સ્ટેજ પર બરાબર દેખાતો ન હતો. ચોક્કસ એંગલથી જોવામાં આવે તો ડ્રેસ સંપૂર્ણપણે પારદર્શક હતો. તેમના નિવેદનમાં, 2022 મિસ વિયેતનામના આયોજકોએ આ ઘટનાને રોકવામાં સક્ષમ ન હોવા બદલ દર્શકો અને ચાહકોની માફી માંગી.

લોકોએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી
ઘણા દર્શકોએ સોશિયલ મીડિયા પર આ ઘટના પર પોતાના મંતવ્યો પણ શેર કર્યા હતા, જેમાં કેટલાક લોકોએ પૂર્વ બ્યુટી ક્વીનનું સમર્થન કર્યું હતું, જ્યારે ઘણા લોકોએ તેની ટીકા કરી હતી.

એક ટ્વિટર યુઝરે લખ્યું, "મારા મતે તેના ડ્રેસમાં કંઈ ખોટું નથી."
અન્ય એક ટ્વિટર યુઝરે કહ્યું, "આ ડ્રેસ સૌંદર્ય સ્પર્ધા માટે યોગ્ય નથી."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news