બેઈજિંગ: ચીન (China) માં એક પ્રેમિકાએ તેના પ્રેમીની ઉદારતાની ચકાસણી કરવા માટે બ્લાઈન્ડ ડિનર ડેટ (Blind Date) ના દિવસે એવું કામ કર્યું કે પ્રેમી ભાગી ગયો. તે 23 મિત્રોને લઈને ડિનર માટે પહોંચી ગઈ. શરૂઆતમાં તો બધું ઠીકઠાક રહ્યું. પરંતુ જ્યારે પ્રેમિકાના મિત્રોએ ઓર્ડર આપવાનું શરૂ કર્યું તો પ્રેમીએ ત્યાંથી રફૂચક્કર થવામાં જ શાણપણ સમજ્યું. ડિનર ખતમ થયા બાદ જ્યારે બિલ ચૂકવવાનો વારો આવ્યો તો પ્રેમી ગાયબ હતો. ત્યારબાદ પ્રેમિકાએ જ રેસ્ટોરન્ટનું 19,800 યુઆન ( લગભગ 217828 રૂપિયા)નું બિલ ચૂકવવું પડ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મરઘી સાથે યુવકે બનાવ્યો શારીરિક સંબંધ, પત્નીએ બનાવી લીધો VIDEO


બ્લાઈન્ડ ડેટ પર 23 લોકો સાથે પહોંચી યુવતી
ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ મુજબ આ મામલો પૂર્વ ચીનના જેજિયાંગ પ્રાંતનો છે. જ્યાં લિયૂ નામનો એક યુવક પોતાની માતા દ્વારા નક્કી કરાયેલી એક બ્લાઈન્ડ ડેટ પર ગયો હ તો. તે આ યુવતીને પહેલા ક્યારેય મળ્યો  નહતો. યુવતી પણ પોતાના પ્રેમીની ઉદારતાને ચકાસવા માટે પોતાના 23 સંબંધીઓ અને મિત્રોને લઈને ત્યાં પહોંચી ગઈ હતી. 


કોરોના પર અત્યાર સુધીની સૌથી મોટી ચેતવણી, જાણો Sir Patrick Vallance એ શું કહ્યું?


2 લાખ રૂપિયાથી વધુનું બિલ જોઈને પ્રેમી ફરાર
લિયૂ રેસ્ટોરન્ટનું બિલ 19,800 રૂપિયા જોઈને ત્યાંથી ભાગી ગયો. ડિનર ખતમ થયા બાદ જ્યારે પ્રેમિકાએ લિયૂન સાથે સંપર્ક કરવાની કોશિશ કરી તો તે ક્યાંય મળ્યો નહી. ત્યારબાદ થાકીને પ્રેમિકાએ જ પોતાની બ્લાઈન્ડ ડિનર ડેટનું પેમેન્ટ કરવું પડ્યું. જ્યારે મામલો પોલીસમાં પહોંચ્યો તો લિયૂની શોધ શરૂ થઈ. 


સોશિયલ મીડિયા પર વાયરલ
પકડાયા બાદ લિયૂએ ફક્ત બે ટેબલનું બિલ જ ચૂકવવાની વાત કરી. ત્યારબાદ પણ યુવતીએ પોતાના ખિસ્સામાંથી  15,402 યુઆન(169444 રૂપિયા) તો ચૂકવવા જ પડ્યા. ચીનના સોશિયલ મીડિયામાં પણ આ ખબરને લઈને લોકોએ ખુબ કોમેન્ટ કરી છે. મોટાભાગના લોકોએ લિયૂનો પક્ષ લીધો જ્યારે યુવતીના વ્યવહાર બદલ આકરી ટીકા કરવામાં આવી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube