પાણીનો વરસાદ તો આપણે અનેકવાર જોયો છે પરંતુ ક્યારેય સોના અને હીરાનો વરસાદ જોયો છે? મીડિયા રિપોર્ટ્સ મુજબ રશિયાના એક એરપોર્ટ પર એક-બે કિલો નહીં પરંતુ લગભગ 3000 કિલો સોનુ, હીરા અને અન્ય કિંમતી ધાતુઓનો વરસાદ થયો. આ ખબર હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ છે. તેનો એક વીડિયો પણ ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ્સ મુજબ એક કાર્ગો પ્લેનનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો. વિમાને જેવી ઉડાણ ભરી કે વજનના કારણે પ્લેનની અંદરની કુલ ધાતુનો એક તૃતિયાંશ ભાગ એરપોર્ટના રનવે પર પડ્યો. સ્થાનિક મીડિયાના જણાવ્યાં મુજબ આ ઘટના રશિયાના યાકુસ્ક એરપોર્ટની છે. ઘટના સંબંધિત તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યા છે. એક યૂઝરે આવો જ એક વીડિયો શેર કર્યો છે.




આ ઘટના અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ ઉડાણ ભરતી વખતે પ્લેનના પંખામાં તકનીકી સમસ્યાના કારણે આમ બન્યું. પ્લેનની એરપોર્ટથી 12 કિલોમીટર દૂર એક ગામમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી. પ્લેનમાં હાજર ક્રુ મેમ્બર્સ સુરક્ષિત હતાં પરંતુ પ્લેનમાંથી પડેલું સોનું અને અન્ય ધાતુઓ કેટલી પાછી મળી તેની હજુ કોઈ વિગતો મળી નથી.