ઝી બ્યૂરો, અમદાવાદઃ જો કોઈ તમને એમ કહે કે કોઈ અંતરિયાળ પહાડી વિસ્તારમાં મેં એક ખજાનો છુપાવી રાખ્યો છે, તો શું તમે તેને શોધવા જશો?. અમેરિકામાં આવો જ એક મામલો સામે આવ્યો છે. જ્યાં 85 વર્ષના એક બિઝનેસમેને કરોડો રૂપિયાની કિંમતનું સોનુ કોઈ પહાડી વિસ્તારમાં છુપાવીને રાખ્યું છે. જેને શોધવામાં 1000 વર્ષ લાગી જશે. તેમણે આ અંગે એક કવિતા લખીને હિંટ પણ આપી છે. ફોરેસ્ટ ફેન્ન નામના એક વ્યક્તિ દ્વારા સોનાને શોધવા માટે અત્યાર સુધી લાખો લોકોએ ટ્રાય પણ કરી છે. અનેક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ વ્યક્તિએ પહાડી વિસ્તારોમાં લગભગ 18 કિલો સોનુ છુપાવીને રાખ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ક્યાં છે 18 કિલો સોનુ:
વર્ષ 2010માં મિસ્ટર ફેન્ને ખુલાસો કર્યો કે આ સોનુ તેણે કોઈ પહાડ પર 3 હજાર માઈલના અંતરે છૂપાવીને રાખ્યું છે. તેણે તેને શોધનારા લોકોની મદદ માટે એક મેપ અને એક કવિતા પણ જાહેર કરી છે. જોકે તેણે એ પણ કહ્યું છે કે સોનુ શોધવામાં લગભગ 1000 વર્ષ લાગશે.


ખજાનો શોધવામાં 4 લોકોના મૃત્યુ:
વર્ષ 2018માં આ ખજાનાને શોધવામાં જોડાયેલા 4 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આજના સમયમાં આ સોનાની કિંમત લગભગ 14.51 કરોડ રૂપિયા છે. મિસ્ટર ફેન્ને પહેલા અમેરિકા એરફોર્સમાં કામ કરતા હતા. જેમાંથી નિવૃત થયા પછી હવે તે એક આર્ટ ગેલેરી ચલાવે છે.


Mobile માં નેટવર્ક હોવા છતાં નથી મળતી 4G સ્પીડ, તો આ Tips થી રોકેટ જેવી થઈ જશે ઈન્ટરનેટની સ્પીડ


સાડા ત્રણ લાખ લોકોએ કર્યો છે પ્રયત્ન:
આ ખજાનાની માહિતી મેળવવા માટે તેમની પાસે દરરોજ હજારોની સંખ્યામાં ઈમેલ આવે છે. એક અનુમાનમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી લગભગ સાડા ત્રણ લાખ લોકોએ આ ખજાનાને શોધવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ તેમાંથી કોઈપણ વ્યક્તિ આઈડિયા લગાવી શક્યા નથી કે આખરે આ ખજાનો ક્યાં છે? મેક્સિકો શહેરના સાંતા ફેમાં આર્ટ ગેલેરી ચલાવનારા મિસ્ટર ફેન્ન પાસે 70 અને 80ના દાયકામાં અનેક સેલિબ્રિટી આવતા હતા. તેમનું કહેવું છે કે જયારે તેમને કેન્સરની બીમારી વિશે માહિતી મળી ત્યારે વિચાર્યું કે આ ખજાનાના રહસ્ય તેમની સાથે જ દફન થઈ જશે. 1988માં જ તેમને કેન્સરની બીમારી વિશે જાણ થઈ ગઈ હતી. પરંતુ પછી તેમણે યોગ્ય સારવારની મદદથી કેન્સરને પરાજય આપ્યો.


Earphone કલાકો સુધી કાનમાં ભરાવી રાખવાની આદત હોય તો ચેતી જજો, નહીંતર આવશે રોવાનો વારો


આ કવિતામાં છૂપાયેલું છે હિન્ટ:
મિસ્ટર ફેન્ને કેન્સરને પરાજય આપ્યા પછી 24 લાઈનની એક કવિતા લખી. આ કવિતાનું ટાઈટલ છે ધ થ્રીલ ઓફ ધ ચેઝ. અનેક મીડિયા રિપોર્ટ્સના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ ખુલાસા પછી તેમની પોપ્યુલારિટી કોઈ સપનાથી ઓછી નથી.


લોકોની જિંદગી જોખમમાં મૂકવાનો આરોપ:
ફેન્ન પર પોલીસે લોકોના જીવનને જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો છે. જોકે આ ખજાનાની શોધમાં નીકળેલા અનેક લોકોના મૃત્યુ થઈ ગયા છે. જુલાઈ 2017માં એરિક એશ્બી નામના 31 વર્ષના વ્યક્તિને કોલોરાડાની અરકાંસાસ નદીમાંથી કાઢવામાં આવ્યો. એરિક એશ્બીના પરિવારનું કહેવું છે કે તે  આ ખજાનાની શોધમાં કેટલાંક સમય પહેલાં નીકળ્યો હતો. અનેક લોકોના મૃત્યુને આ શોધ સાથે જોડવામાં આવ્યા છે.


PM Modi નો ભક્તિરસઃ આ મંદિરોમાં શીશ ઝુકાવવાનો એક પણ મોકો ચૂકતા નથી પ્રધાનમંત્રી મોદી


ફેન્ને કેમ રાખી છે  આ ચેલેન્ઝ:
ફેન્નનું કહેવું છે કે તેમણે આ ચેલેન્ઝ બધાની સામે એટલા માટે મૂકી. કેમ કે લોકો પોતાનો વધારેમાં વધારે સમય ઘરની બહાર પસાર કરે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે હું ઈચ્છતો હતો કે લોકો ઘરની બહાર વધાર સમય વીતાવે. આજના સમયમાં લોકો પોતાનો વધારે સમય ઘર પર જ પસાર કરે છે. તેમણે આશા વ્યક્ત કરી કે માતા-પિતા પોતાના બાળકોને પહાડો પર કેમ્પિંગ અને હાઈકિંગ માટે લઈ જાય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube