Goolge માં શારીરિક ઉત્પીડન મુદ્દે તણાવ, વધારે એક એક્ઝીક્યૂટિવે છોડી કંપની
યૌન ઉત્પીડનને ઉકેલવા મુદ્દે તણાવ વચ્ચે ગૂગલની મુળ કંપની આલ્ફાબેટે બુધવારે આ વાતની પૃષ્ટી કરી કે શારીરિક શોષણના આરોપ એખ કાર્યકારી કંપનીઓને છોડી દીધી છે
સાન ફ્રાંસિસ્કો: શારીરિક શોષણ મુદ્દાના ઉકેલ માટે તણાવ વચ્ચે ગૂગલની મુળ કંપની આલ્ફાબેટે બુધવારે તે વાતની પૃષ્ટી કરી કે શારીરિક શોષણના આરોપી એક કાર્યકારીએ કંપની છોડી દીધી છે. અધિકારીને કંપની છોડતા સમયે કોઇ પેકેજ નહોતુ આપવામાં આવ્યું. કાર્યકારી રિચ ડેવોલ એક્સ લેબમાં નિર્દેશકના પદ પર હતા. એવા રિપોર્ટ છે કે મહિલા કર્મચારી કાર્યસ્થળ પર યૌન દુર્વ્યવહારને પહોંચી વળવાના લચર પદ્ધતીઓને જોતા ગુરૂવારે વોકઆઉટ કરવાની છે.
કર્મચારીની કંપની છોડવા અંગેની માહિતી નહી
અલ્ફાબેટના ડેવોલના મંગળવારે કંપની છોડવા અંગે કોઇ જ વિસ્તૃત માહિતી નથી આપી. એ ગૂગલ વોટઆઉટ રિયલ ચેંજના ટ્વીટર એકાઉન્ટ પર બુધવારે રાત્રે ટ્વીટ કર્યું કે કર્મચારી અને મેનેજમેન્ટ ગુરૂવારે પોત પોતાનાં નિયમ સમયમાં કાર્યસ્થળ છોડીને જતા રહેશે. ગુગલના મુખ્ય કાર્યકારી સુંદર પિચાઇએ મંગળવારે રાત્રે કર્મચારીઓને સંદેશ મોકલ્યો. તે પ્રત્યે ટેક્નોલોજીકલ વેબસાઇટ આર્સ ટેક્નિકાએ ઓનલાઇન પોસ્ટ આપી છે.
અમે અયોગ્ય વ્યવહાર અંગે આકરૂ વલણ અપનાવીશું
પિચઇએ કહ્યું કે, તેમને ઘણા કર્મચારીઓના કાર્ય દરમિયાન અયોગ્ય વ્યવહાર અંગે જણાવ્યું. તેમણે કહ્યું કે, ગત્ત કાર્યવાહી તથા તેના કારણે કર્મચારીઓને જે પીડા છઇ તેના માટે મને ખુબ જ અફસોસ છે. પિચાઇએ સંદેશમાંક હ્યું કે, કંપનીનાં સીઇઓ હોવાનાં કારણે વ્યક્તિગત્ત રીતે મારા માટે ખુબ જ મહત્વપુર્ણ થતુ જાય છે કે આપણે લોકો અયોગ્ય વ્યવહાર અંગે આકરૂ વલણ અપનાવે. તેમણે કહ્યું કે, ગૂગલે ગત્ત બે વર્ષમાં યૌન ઉત્પીડનના આરોપોના કારણે 13 વરિષ્ઠ કાર્યકારીઓ સહિત 48 કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે.