ગુગલની મોટી કાર્યવાહી, જાતીય સતામણીના આરોપસર 48 લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા
ગુગલે ગુરુવારે જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં જાતીય સતામણીના આરોપોથી ઘેરાયેલા 48 લોકોને તેણે નોકરીમાંથી કાઢી મૂક્યા છે. જેમાં 13 વરિષ્ઠ મેનેજર પણ સામેલ છે.
સાન ફ્રાન્સિસ્કો: ગુગલે ગુરુવારે જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં જાતીય સતામણીના આરોપોથી ઘેરાયેલા 48 લોકોને તેણે નોકરીમાંથી કાઢી મૂક્યા છે. જેમાં 13 વરિષ્ઠ મેનેજર પણ સામેલ છે. ગુગલે તેમના અયોગ્ય વ્યવહાર પર 'આકરા વલણ'નો હવાલો આપતા આ કાર્યવાહી કરી.
ટેકનોલોજીના ક્ષેત્રમાં અમેરિકાની દિગ્ગજ કંપનીએ પોતાના મુક્ય કાર્યકારી અધિકારી સુંદર પિચાઈ તરફથી આ નિવેદન જારી કર્યું. આ નિવેદન ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલના જવાબમાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ગુગલના એક વરિષ્ઠ અધિકારી, એન્ડ્રોઈડનું નિર્માણ કરનારા એન્ડી રૂબિન પર કદાચારનો આરોપ લાગ્યા બાદ તેને નવ કરોડ ડોલરનું અક્ઝિટ પેકેજ આપીને કંપનીમાંથી હટાવવામાં આવ્યાં. આ સાથે જ કહેવામાં આવ્યું કે ગુગલે જાતીય સતામણીના અન્ય આરોપોને છૂપાવવા માટે કયા પ્રકારના કામો કર્યા છે.
સાઉદી અરબના યુવરાજે એવું તે શું કર્યું? ટ્રમ્પને લાગ્યું, પોતે ઠગાઈ ગયા!
આ અહેવાલ પર મીડિયાએ ગુગલ પાસે પ્રતિક્રિયા માંગી જેના પર કંપનીએ પિચઈ તરફથી કર્મચારીઓને એક મેઈલ મોકલ્યો કે છેલ્લા બે વર્ષમાં 13 વરિષ્ઠ મેનેજરો તથા તેનાથી ઉપરના પદના લોકો સહિત 48 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે અને તેમાંથી કોઈને પણ 'એક્ઝિટ પેકેજ' અપાયું નથી.
પિચઈએ કહ્યું કે હાલના વર્ષોમાં અમે અનેક ફેરફાર કર્યા છે જેમાં અધિકૃત પદો પર બીરાજેલા લોકોના અયોગ્ય વ્યવહારને લઈને કડક વલણ અપનાવવાનું પણ સામેલ છે. તેમણે કહ્યું કે રૂબિન તથા અન્ય પર અપાયેલો અહેવાલ 'ભ્રામક' હતો. જો કે તેમણે લેખના દાવા પર સીધે સીધા જવાબ તો ન આપ્યાં પરંતુ કહ્યું કે "અમે સુરક્ષિત તથા સમાવેશી કાર્યસ્થળ ઉપલબ્ધ કરાવવા માટે ખુબ ગંભીર છીએ."
પિચઈએ કહ્યું, અમે તમને ખાતરી અપાવવા માંગીએ છીએ કે અમે જાતીય સતામણી કે અયોગ્ય વ્યવહારની દરેક ફરિયાદની સમીક્ષા કરીએ છીએ. અમે તપાસ કરીએ છીએ અને અમે કાર્યવાહી કરીએ છીએ. રૂબિનના પ્રવક્તા સૈમ સિંગરે રૂબિન વિરુદ્ધ લાગેલા આરોપોને ફગાવ્યાં અને કહ્યું કે તેમણે અન્ય એક કંપનીના લોન્ચને પગલે પોતાની ઈચ્છાથી ગુગલ છોડી છે.