ઘણા દેશોમાં વધતી જનસંખ્યાને રોકવા માટે ‘હમ દો, હમારે દો’ના સુત્રોચાર લગાવે છે. ત્યારે હવે ‘હમ દો, હમારે એક’ના સુત્રોચાર આવી ગયા છે. પરંતુ તે દેશોનું શું... જ્યાં જનસંખ્યા વધારવી હોય? જાપાનમાં એક શહેર છે નાગી. ત્યાંની જનસંખ્યા વધારવા માટે સરકારે એક અનોખું પગલું ભર્યું છે. સરકારે કપલ્સને બાળક જન્મ આપવાના ઇનામ તરીકે લાખો રૂપિયા આપી રહી છે. ખરેખર વાત તો એ છે કે આ રાશી દરેક બાળકના જન્મની સાથે વધતી જાય છે. એટલે કે પહેલા બાળક પર ઇનામની રમક જો 60 હજાર હોય તો, તેમના પાંચમાં બાળકના જન્મ પર 2.5 લાખ રૂપિયા હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવું કેમ કરી રહી છે સરકાર?
જાપના જવાન અને બાળકોની સંખ્યામાં થઇ રહેલા ઘટાડા સામે લડી રહ્યું છે. તેનું કારણ છે કે ત્યાં વૃદ્ધોની સંખ્યામાં ઝડપી વધારો થઇ રહ્યો છે. આ શહેરમાં જન્મદર દિવસેને દિવસે ઘટી રહ્યો છે. આ સમસ્યાથી લડવા માટે જાપાન સરકારે ઘણા મહત્વના પગાલ ઉઠાવ્યા છે. સરકારે શહરેના નાગરિકોને બાળકો પેદા કરવા પર તમામ પ્રકારની સુવિધાઓની સાથે ઇનામમાં લાખો રૂપિયા આપવાનું શરૂ કર્યું છે.


6 હજાર છે આ શહેરની વસ્તી
રિપોર્ટ્સના અનુસાર, દક્ષિણ જાપાનમાં સ્થિત નાગી શહરેની આબાદી માત્ર 6 હજાર છે. જે એક કૃષિ પ્રધાન શહેર છે. આ શહેરના નાગરિકોની પહેલી પ્રાથમિકતા પૈસા નથી, પરંતુ સારુ જીવન છે. વર્ષ 2004થી આ શહેરમાં બાળકો પેદા કરવા પર કપલ્સને ઇનામ તરીકે પૈસા આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે.


વધારે બાળકો, અર્થાત વધારે પૈસા!
આ શહેરમાં બાળકોની સંખ્યાના આધાર પર કપલ્સને ઇનામ આપવામાં આવે છે. જો પરિવારમાં પહેલું બાળક જન્મે છે તો સરકાર તેમને 1 લાખ યન (જાપાની મુદ્રા) એટલેક કે 63 હજાર રૂપિયા આપે છે. બીજા બાળકના જન્મ પર 1 લાખ 50 હજાર યેન (લગભગ 95 હાજર રૂપિયા) આપે છે. જ્યારે પાંચમાં બાળકના જન્મ પર 4 લાખ યેન (લગભગ 2.5 લાખ રૂપિયા) ઇનામ તરીકે આપે છે. એટલું જ નહીં, સરકાર પરિવારને સસ્તી પ્રાઇઝ પર ઘ, મફતમાં રસીકરણ, સ્કૂલ એડમિશનમાં પણ મફત જેવી સુવિદાઓ પણ આપે છે.


જોઇન્ટ ફેમેલિ પહેલી પ્રાયોરિટી
આ શહેરના લોકો એક સાથે રહેવું વધારે પસંદ કરે છે, એટલે કે જોઇન્ટ ફેમેલી (સંયુક્ત પરિવાર). 30ની ઉંમરથી પહેલા લગ્ન થયા બાદ પણ યુવાઓ તેમના માતા-પિતા સાથે જ રહેવા માગે છે. ઘરમાં વડીલોના હોવાથી બાળકોની દેખરેખની પણ ચિંતા ખુબજ ઓછી થઇ જાય છે.


થઇ રહ્યો છે શહેરમાં જન્મ દરમાં વધારો
તંત્રના આ પ્રયત્નના કારણે શહેરમાં જન્મ દરમાં વધારો થઇ રહ્યો છે. રિપોર્ટના અનુસાર, વર્ષ 2005થી 2014 વચ્ચે આ શહેરમાં એક મહિલા દ્વારા તેમના જીવનકાળમાં સરેરાશ બાળકોને જન્મ દર 1.4 થી વધીને 2.8 સુધી નોંધાયું. જોકે, હાલમાં જ આ દરમાં 2.39નો ઘટાડો નોંધાયો છે. તેમ છતાં આ રાષ્ટ્રીય દર 1.45 થી ઘણો વધારે છે.


વધી રહ્યાં છે જાપાનમાં વૃદ્ધ નાગરીકો
સમયની સાથે જાપાનની આબાદીમાં વૃદ્ધોની સંખ્યામાં પણ ઘણો વધારો થઇ રહ્યો છે. જણાવી દઇએ કે જાપનમાં 20 ટકા આબાદી 65 વર્ષથી વધુ ઉંમરના લોકોની છે. 2018માં જાપાનમાં અત્યારસુધી 9,21,000 બાળકોનો જન્મ થયો છે. જે ગત વર્ષની સરખામણીએ 25000 ઓછા છે. જ્યારે આ વર્ષે જાપાનમાં 13 લાખથી વધારે લોકોનું મોત થયું છે.