Petrol-Diesel Crisis in Greece: રશિયા યુક્રેન વચ્ચે છેલ્લા 4 મહિનાથી ચાલી રહેલા યુદ્ધે દુનિયા સામે ઘણી મુશ્કેલીઓ ઉભી કરી દીધી છે. તેમાં સૌથી મોટી સમસ્યા પેટ્રોલ અને ડીઝલની છે. ઘણા દેશ પેટ્રોલ અને ડીઝલની અછતનો સામનો કરી રહ્યા છે. ત્યારે તેની કિંમતમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ગ્રીસ પણ આ દેશોમાંથી એક છે. જ્યાં તેની ઘણી અસર જોવા મળી રહી છે અને પેટ્રોલ-ડીઝલની અછતના કારણે અહીં ઇંધણના ભાવ આસમાને છે. આ સમસ્યા વચ્ચે હવે ગ્રીસમાં ટીવી પર કારમાંથી ઇંધણ ચોરી કરવાની રીત દેખાળવામાં આવી રહી છે. રસપ્રદ વાત એ છે કે આ રીત અન્ય કોઈ નહીં પરંતુ સરકારી ટીવી ચેનલ પર જ દેખાડવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેકેનિક બોલાવી સમજાવી ચોરી કરવાની રીત
રિપોર્ટ અનુસાર ગ્રીસની સરકારી ટીવી ચેનલ ઇઆરટીના એક કાર્યક્રમ સિંડેસિસમાં લોકોને કારમાંથી પેટ્રોલ અને ડીઝલ ચોરી કરવાની રીત બતાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રિપોર્ટર કોસ્ટાસ સ્ટામોઉ આ માટેની પદ્ધતિઓ સૂચવી. તેણે જણાવ્યું કે, કઈ રીતે આ કામને તમને ટ્યૂબ વગર માત્ર એક નળી મારફતે પણ કરી શકો છો. ત્યારબાદ પ્રોગ્રામમાં એક મેકેનિકને પણ બોલાવવામાં આવ્યો હતો. મેકેનિકે લોકોને કોઈપણ કારમાંથી ઇંધણ ચોરી કરવાની બે રીત બતાવી. આ પ્રોગ્રામને જોયા બાદ લોકોએ તેની ઘણી ટિકા કરી.


શિવસેનાના વધુ એક ધારાસભ્ય શિંદે જૂથમાં થશે સામેલ, ઉદય સામંત ગુવાહાટી માટે રવાના


સોશિયલ મીડિયા પર લોકોએ ઉડાવી મજાક
જ્યારે આ પ્રોગ્રામનું ટીવ પર પ્રસારણ થયા બાદ લોકોએ તેના વિરૂદ્ધ અવાજ ઉઠાવવાનો શરૂ કર્યો. મોટાભગાના લોકોએ આ પ્રોગ્રામની ટિકા કરી. તો ઘણા લોકોએ ટ્વીટ કરી કહ્યુ કે, તમે ચોરીને સપોર્ટ કરી રહ્યા છો. તો કેટલાક લોકોએ કટાક્ષમાં કહ્યું, આજે ઇંધણ ચોરી કરવાની રીત બતાવવામાં આવી, આવતીકાલે ઘરના તાળા તોડવા અને સમાન ચોરી કરવાની રીત પણ બતાવવામાં આવશે.


આ છે ગ્રીસમાં ઇંધણની કિંમત
તમને જણાવી દઈએ કે, રશિયા પશ્ચિમી દેશો માટે સૌથી મોટું ઇંધણ સપ્લાયર હતું. ત્યાંના દેશોની માંગ રશિયા જ પૂરુ કરતું હતું, પરંતુ યુક્રેન પર હુમલા બાદ રશિયા પર અમેરિકા અને તેના સહયોગી દેશોએ ઘણા પ્રકારના પ્રતિબંધો લગાવી દીધા. ત્યારબાદથી રશિયાએ પણ આ દેશોને સંપૂર્ણ રીતથી અલગ કરવા માટે ઇંધણ સપ્લાય બંધ કરી દીધું છે. આ કારણ છે કે ગ્રીસ જેવા ઘણા દેશોની હાલત ઘણી ખરાબ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, હાલમાં ગ્રીસમાં ઇંધણની કિંમતમાં ઘણો વધારો થયો છે. અત્યારે એથેન્સમાં ઇંધણની કિંમત સરેરાશ 2.37 યુરો પ્રતિ લિટર સુધી પહોંચી ગઈ છે. ત્યારે રોડ્સ અને નજીકના ટાપુઓમાં 2.50 પ્રતિ લિટરના હિસાબથી ઇંધણ મળી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube