લગ્ન અને જીવનસાથીનો અહેસાસ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ તમને થવા લાગે છે. આપણને મોટી ઉંમરે ખબર પડે છે કે જીવનમાં કોઈ એવું તો હોવું જોઈએ જે આપણી કેર કરે...પરંતુ કદાચ તેનો અસલી અર્થ તે લોકો જ જાણે છે જેમણે હજુ સુધી લગ્ન કર્યા નથી, પરંતુ દુનિયામાં કેટલાક એવા લોકો છે જે એકથી વધુ વખત લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે તાજેતરમાં, મલેશિયાના કેલાંટન રાજ્યના એક નાનકડા શહેરમાં રહેતી 112 વર્ષની મહિલા Siti Hawa Hussinએ 8મી વખત લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરવાને કારણે હેડલાઈન્સમાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું આ મહિલા લગ્નને મજાક માને છે કે ગંભીરતાથી લે છે? મલેશિયાની વર્લ્ડ ઓફ બઝ વેબસાઈટ અનુસાર, 112 વર્ષની મલેશિયાની મહિલા Siti Hawa Hussin એક નિવેદનમાં કહ્યું કે તેની શરત એ છે કે લગ્ન માટે કોઈ સામેથી આવીને પ્રપોઝ કરે. તમને જણાવી દઈએ કે તેમના ઘણા પૌત્રોમાંથી કેટલાક મોટા થયા છે અને કેટલાકને બાળકો પણ છે. મલેશિયાની એક વેબસાઈટના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર મહિલાના 19 પૌત્રો અને 30 પરપૌત્ર-પરપૌત્રીઓ છે.


આ મહિલા કેલાંટન રાજ્યના તુમ્પટ શહેરની રહેવાસી છે. આ ઉંમરે લગ્ન કરવા ઈચ્છતી આ મહિલાની પણ એક અનોખી સ્થિતિ છે. Sitiએ એ પણ જણાવ્યું કે તેના કેટલાક પૂર્વ પતિ મૃત્યુ પામ્યા છે અને તેમાંથી કેટલાક સાથે તેના સંબંધો સારા ન હતા જેના કારણે તેઓ અલગ થઈ ગયા હતા. નોંધનીય છે કે તેની ઉંમર હોવા છતાં તે સ્વસ્થ છે અને પોતાનું કામ જાતે જ કરે છે.


જોકે તેની આંખો હવે થોડી નબળી પડી ગઈ છે. પોતાના લાંબા આયુષ્યનું રહસ્ય જણાવતા આ મહિલા કહે છે કે તે હંમેશા સાદો ખોરાક ખાવાનું પસંદ કરે છે જેમાં તે માત્ર સાદા સફેદ ભાત અને સાદું પાણી પીવે છે. આ સિવાય તેને ભગવાનમાં ખૂબ શ્રદ્ધા છે જેના કારણે તે દિવસમાં 5 વખત નમાઝ પણ અદા કરે છે. હાલમાં Siti તેના સૌથી નાના પુત્ર અલી સાથે રહે છે જે પોતે 58 વર્ષનો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube