Education Loan For Study in Abroad: આજકાલ સૌ કોઈને વિદેશનું ઘેલું લાગ્યું છે. જેને જુઓ એને વિદેશ જવાની જ વાત કરે છે. યુએસ, યુકે અને કેનેડા સિવાય તો કોઈ વાત કરવા જ તૈયાર નથી. આજકાલ બધા વિદેશની લ્હાયમાં છે. ઘણાં લોકો વ્યાજે રૂપિયા લઈને પોતાના બાળકોને વિદેશ મોકલે છે. પણ શું તમે જાણો છો સરકાર પણ વિદેશ જવા માટે લોન આપે છે. વિદેશ અભ્યાસ અર્થે જનારા લોકોમાં આ અંગે એક પ્રકારે અવેરનેસ આવે એ જરૂરી છે. એટલું જ નહીં ફોરેનમાં ભણવા જતી વખતે એજ્યુકેશન લોન લેતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ પણ જાણી લો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘણાં મોટાભાગના લોકો વિદેશમાં ભણવાના નામે જતા હોય છે અને ત્યાં જઈને ડોલર કમાવવાના સપના જોતા હોય છે. એમાંથી ઘણાં યુવાઓ અહીંથી પોતાના માતા-પિતાને દેવું કરાવીને પોતે વિદેશમાં મોજ કરતા હોય છે. અને એજ્યુકેશનના નામે લીધેલી લોન ભરવાની આવે ત્યારે હપ્તા માથે પડતા હોય છે. ત્યારે એજ્યુકેશન લોન લેવા પહેલાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ પણ જાણી લો.


1) દરેકનું સપનું વિદેશ જઈને ભણવાનું અને બહુ બધી કમાણી કરવાનું હોય છે. જે વિદ્યાર્થી એજ્યુકેશન લોન લેવાનું વિચારી રહ્યા છે, તેમણે પહેલાં ઓનલાઈન અથવા પરીવારના સભ્યો કે મિત્રો કે જેણે અગાઉ આવી કોઈ લોન લીધેલી હોય તેની પાસેથી પૂરતી જાણકારી મેળવી લેવી જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ ઈન્ફ્લુએન્સર્સના વિડીયોઝ જોઈને, ક્વોરા પર પ્રશ્નો પૂછીને અને સોશ્યલ મીડિયા ગ્રુપ્સમાં જોડાઈને સંબંધિત જાણકારી મેળવે છે.


2) વિદેશમાં ભણવા જવા માટે બહુ બધા પૈસા જરૂર પડે છે. આવા સમયે એજ્યુકેશન લોનનો વિકલ્પ પસંદ કરતા પહેલા વિદ્યાર્થીઓએ જે માપદંડ ધ્યાનમાં લેવો જોઈએ, તેમાંથી એક એ છે કે તેમાં મોટાભાગના ખર્ચ આવરી લેતી લોન હોવી જોઈએ. જેમાં રહેવાનો ખર્ચ, એકોમોડેશન ખર્ચ, મુસાફરીનો ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે.


3) આજે એજ્યુકેશન લોન લેવા માટે આપણી પાસે અનેક ઓપ્શન રહેલા છે. તે પૈકી યોગ્ય લેન્ડરની પસંદગી કરવી થોડું મુશ્કેલ કામ હોઈ શકે છે. તેથી લેન્ડરની પસંદગી કરતી વખતે એજ્યુકેશન લોન, નિયમનકારી ધોરણો અને યુનિક સેલિંગ દરખાસ્તોના મેનેજમેન્ટમાં તેમની ડોમેન એક્સપર્ટાઈઝને ખાસ ધ્યાનમાં લેવી જરૂરી છે.


4) એજ્યુકેશન લોન લીધા બાદ તેના રીપેમેન્ટ માટે યોગ્ય હોય તેવી સ્ટ્રેટેજી પસંદ કરવી, કારણ કે તે સીધા તમારા ક્રેડિટ સ્કોરને અસર કરે છે. તેમાં લોન ટેન્યોરનું પ્લાનિંગ પણ મહત્વનું છે. વિદ્યાર્થીએ લેન્ડર સાથે લોનની રકમ, ટેન્યોર, રીપેમેન્ટ ઓપ્શન અને EMI જેવી દરેક બાબત વિશે ચર્ચા કરી લેવી જોઈએ. આ સિવાય કેટલીક મહત્વની ધ્યાનમાં રાખવાની બાબતો નીચે મુજબ છે. 


5) વિદ્યાર્થીએ લોન લેતા પહેલા તેને કેટલા નાણાંની જરૂર છે તે જાણી લેવું જોઈએ. જે-તે લોન આપનાર ફર્મ્સ અને પ્રોફેશનલ લોકો વિદ્યાર્થીઓને તેમની આ એકેડેમિક સફરનું પ્લાનિંગ કરવામાં મદદ કરી શકે છે.


6) લોન લેવા માટે તમારે ઘણા દસ્તાવેજોની જરૂર પડે છે. જેમ કે, ભૂતકાળના એકેટેમિક રેકોર્ડ્સ, જે યુનિવર્સિટીમાં અરજી કરો છો તેના ડોક્યુમેન્ટ્સ, એજ્યુકેશન ફાઈનાન્સ માટેના ડોક્યુમેન્ટ, વિઝા એપ્લિકેશન પેપર્સ વગેરે.


7) વિદેશમાં ભણવા માટે તમારી પાસે જે-તે દેશના માન્ય વિઝા હોવા ખૂબ જરૂરી છે. આ પ્રોસેસમાં ઘણા સપ્તાહ અથવા મહિનાઓ પણ લાગે છે, જો કે તે તમે પસંદ કરેલા દેશ અને તેની જરૂરિયાતો પર નિર્ભર છે. પેપરવર્ક પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીએ તાત્કાલિક વિઝા માટે અરજી કરી દેવી જોઈએ.


8) ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે પૂરતું ફંડ હોવું ખૂબ મહત્વની બાબત છે. ઘણી બેંકો અને ફાઈનાન્સ ફર્મ્સ દ્વારા વિદ્યાર્થીઓના આ સપનાને પાંખો આપવા માટે એજ્યુકેશન લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પરંતુ કોઈપણ જગ્યાએથી વિદેશમાં અભ્યાસ માટે એજ્યુકેશન લોન લેતાં પહેલાં અમુક બાબતો તમારે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.