વોશિંગ્ટન: અમેરિકાના લોસ એંજિલિસમાં રવિવારે સુપર માર્કેટમાં લોકોને બંધક બનાવનાર અને ગોળીબારી કરનાર સંદિગ્ધ વ્યક્તિને પોલીસે કલાકો જહેમત બાદ ધરપકડ કરી લીધી છે. આ વ્યક્તિએ શનિવારે સાંજે લોસ એજિંલસના ભીડભાડવાળા સુપરમાર્કેટમાં ઘૂસીને લોકોને બંધક બનાવી લીધા હતા. ત્યારબાદ સુપરમાર્કેટમાં ગોળીબારી પણ કરી. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટના બાદ પોલીસે વિસ્તારને ઘેરી લીધો. સાથે જ અંદર ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયત્ન પણ શરૂ કરી દીધો. પોલીસે આશંકા વ્યક્ત કરી હતી કે તેણે લોકોને બંધક બનાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. જ્યારે પોલીસ તેને રોકવા માટે આગળ વધી તો તેણે પોલીસ પર ગોળીબારી કરી. તેથી વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. 



પોલીસે કેસની જાણકારી આપતાં જણાવ્યું કે પકડાયેલ સંદિગ્ધ વ્યક્તિને સુપરમાર્કેટમાં ઘુસતાં પહેલાં દક્સિણી લોસ એજિંલસમાં પોતાની બહેન અને ગર્લફ્રેંડને ગોળી મારી હતી. પોલીસે આ મામલે તેને પકડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. ત્યારબાદ પોલીસે તેનો પીછો કર્યો. આ દરમિયાન પોલીસ પર ફાયરિંગ કર્યું. પોલીસકર્મીઓએ કોઇપણ પ્રકારે પોતાનો જીવ બચાવ્યો. ત્યારબાદ તે સિલ્વર લેકમાં સ્થિત ટ્રેડર જે સુપરમાર્કેટમાં ભાગી ગયો હતો. 



તો બીજી તરફ ઘટના પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોલાંડ ટ્રંપે પણ ગંભીરતા જોતાં ટ્વિટ કરીને કહ્યું કે 'અમે લોસ એજિંલસમાં લોકોને બંધક બનાવવાની સંભવિત સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. ફેડરલ લો એનફોર્સમેંટની સાથે મળીને પોલીસ કામ કરી રહી છે.'