આતંકી સંગઠન શીખ ફોર જસ્ટિસનો પ્રમુખ અને ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુએ એકવાર ફરીથી ભારતને ધમકી આપી છે. પન્નુએ એક પોસ્ટર બહાર પાડીને ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી એક જયશંકર અને કનેડામાં હાઈ કમિશનર સંજય વર્માની વિદેશ યાત્રા અંગે જાણકારી આપનારાને 1,25,000 અમેરિકી ડોલરનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. એટલે કે અમિત શાહ, એસ જયશંકર અને સંજય વર્માને આતંકીએ ખુલ્લી ધમકી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પન્નુએ અમિત શાહ, એસ જયશંકર અને સંજય વર્મા પર કેનેડામા માર્યા ગયેલા હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ઉક્સાવવા અને ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. પન્નુ એ એનઆઈએના મોસ્ટ વોન્ટેડના લિસ્ટમાં સામેલ છે. તેને ગેરકાનૂની ગતિવિધિઓ (રોકથામ) અધિનિયમ હેઠળ વોન્ટેડ જાહેર કરાયો હતો. 


પન્નુ પાસે અમેરિકા અને કેનેડાનો પાસપોર્ટ છે. તેણે નિજ્જરની હત્યા માટે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ ઉપરોક્ત લિસ્ટેડ લોકોને જવાબદાર ઠેરવવાની ધમકી આપી હતી. નિજ્જર શીખ કટ્ટરપંથીઓના જૂથ અથડામણમાં માર્યો હતો હતો. કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં હરદીપ સિંહ નિજ્જરની હત્યા થઈ હતી. ત્યારબાદ ભારત સરકાર વિશે શીખ અલગાવવાદીઓ સતત ઝેર ઓકી રહ્યા છે. નિજ્જરની હત્યા બાદ ખાલિસ્તાન સમર્થકોએ ટોરન્ટો, લંડન, મેલબોર્ન, અને સાન ફ્રાન્સિસ્કો સહિત અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન ભારત સરકાર વિરુદ્ધ નારા પણ લગાવ્યા હતા. 


ખાલિસ્તાની સંગઠન એસએફજેએ કેનેડા સ્થિત શીખ કટ્ટરપંથીઓને 15 ઓગસ્ટના રોજ ઓટાવા, ટોરન્ટો, અને વાનકુવરમાં ભારતીય રાજનયિક પરિસરોની ઘેરાબંધી કરવાનું આહ્વાન કર્યું છે અને 10 સપ્ટેમ્બરના રોજ વાનકુવરમાં તથાકથિત શીખ જનમત સંગ્રહની પણ જાહેરાત કરી છે. જ્યારે કેનેડામાં સ્થિત ભારતીય રાજનયિકોએ પહેલેથી ગુપ્તચર એજન્સીઓ અને સ્થાનિક એજન્સીઓને પણ અમિત શાહ, એસ જયશંકર અને સંજય વર્માના માથે ઈનામની જાહેરાત કરી છે. પન્નુ પર ભારતના નીકટના સહયોગી અમેરિકાની નિષ્ક્રિયતા એ પણ વધુ રસપ્રદ છે કારણ કે આતંકવાદ વિરુદ્ધ બંને દેશો વચ્ચે મજબૂત સહયોગની વાત થઈ રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube