ઝી બ્યૂરો, અમદાવાદઃ શું ઉંમરને અને સફળતાને કંઈ લેવા દેવા છે? જો તમે એવું માનતા હોવ કે એક ઉંમર સુધી જ સફળતા મળે છે અને કોઈ એક ઉંમર બાદ સફળતા મેળવી શકાતી નથી? તો આ ખબર તમારે વાંચવી જોઈએ.કારણ કે આ ખબર વાંચીને તમને સમજાઈ જશે કે સતત મહેનત અને શીખતા રહેવાની ઘગશથી સફળતા સુધી પહોંચી શકાય છે. સોશિયલ મીડિયા પર હાલ એક યુવાન દાદી લોકોમાં જોશ અને ઉત્સાહ ભરી રહ્યા છે. આ દાદી ઉંમરથી તો વૃદ્ધ છે પણ જુસ્સાથી યુવાન છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ઉંધિયાથી લઈને ઉંબાડિયા સુધી શિયાળામાં સ્વાદ સાથે સ્વાસ્થ્ય વર્ધક દેશી વાનગીઓનો ખજાનો


જે ઉંમરમાં લોકો લાકડી લઈને ચાલતા હોય છે તે ઉંમરમાં આ દાદી લાકડા પર ગજબના સ્ટંટ કરે છે. આ દાદીનું નામ છે જોહના કાસ..દાદી જર્મનીના છે અને ઉંમર વિશે જાણીને તો તમે ચોંકી જશો. આ દાદીની ઉંમર છે 95 વર્ષ..જીં..હાં..95 વર્ષ..આ ઉંમરમાં તો મોટાભાગના લોકો પથારીવશ હોય છે ત્યારે આ દાદી મેદાનમાં કરતબ કરે છે. 95 વર્ષની ઉંમરમાં આ  દાદી એવા એવા સ્ટંટ કરે છે કે જેને જોઈને યુવાનો પણ શરમાઈ જાય. આ દાદીને એવા એવા  કરતબ કરે છે કે જેને જોઈને લોકો જોતા રહી જાય.



Yearly Horoscope 2021: કઈ રાશિના જાતકો માટે નવું વર્ષ લાભકારી રહેશે અને કોણે રહેવું પડશે સાવધ તે ખાસ જાણો


આ દાદીની કહાણી પણ ખુબ પ્રેરણાદાયક છે. દાદીને બાળપણથી જ દુનિયાની સૌથી જિમ્નાસ્ટ બનવું હતું. સપનું પુરુ કરવા નાની ઉંમરથી જ જિમ્નાસ્ટ માટે પ્રેક્ટિસ શરુ કરી દિધી. દાદીએ દિવસ રાત મહેનન કરી. વિવિધ સ્પર્ધાઓમાં ભાગ પણ લીધો અને મેડલ પણ જીત્યા. પણ લગ્ન જીવનને લીધે તેઓ તેમના સપનાથી દુર થઈ ગયા. સમય વિતતો ગયો અને દાદી 72 વર્ષના થઈ ગયા પણ તેમણે જિમનાસ્ટ બનવાનું તેમનું સપનું જીવંત રાખ્યું.



પતિની મદદથી ફરી જિમનાસ્ટની પ્રેક્ટિસ કરીને સૌથી વૃદ્ધ ઉંમરના જિમનાસ્ટ બન્યા અને એટલું જ નહીં 11 જેટલા મેડલ પણ જીત્યા. સોશિયલ મીડિયા પર લોકો આ દાદીની હિંમત અને જુસ્સાના ખુબ વખાણ કરી રહ્યા છે અને સાથે સાથે દાદીથી ખુબ પ્રભાવિત પણ થઈ રહ્યા છે. દાદીનો આ વીડિયો લોકોને બોધપાઠ આપે છે કે ઉંમરને વૃદ્ધ થવા દો,તમારા દિલને નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube