World News in Hindi: ઈઝરાયેલે હમાસના હુમલાના જવાબમાં ગ્રાઉન્ડ હુમલાને તેજ કરવાની કસમ ખાધી છે. પરંતુ દેશની સેના પર બે અન્ય મોરચા લેબનોન અને સીરિયાથી પણ હુમલા થઈ રહ્યા છે. ઈઝરાયેલ હાલમાં કયા કયા જોખમોનો સામનો કરી રહ્યું છે તે પણ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હમાસ
ગત સપ્તાહે એક આશ્ચર્યજનક આતંકી હુમલા બાદથી લગભગ 1200 ઈઝરાયેલી માર્યા ગયા છે. ઈઝરાયેલે તેનો જવાબ ગાઝા પર ભારે ગોળાબારી કરીને આપ્યો. ઈઝરાયેલ પર હુમલો હમાસ દ્વારા કરાયો હતો જે 2007થી ગાઝા પટ્ટી પર શાસન કરી રહ્યું છે. 


હમાસ ઈઝરાયેલે માન્યતા આપવાનો ઈન્કાર કરે છે અને આ સાથે અનેક દૌરના સંઘર્ષમાં સામેલ રહ્યું છે. આ સંઘર્ષોમાં હમાસ દ્વારા ગાઝાથી ઈઝરાયેલમાં રોકેટ હુમલા કરવા, ત્યારબાદ ઈઝરાયેલી હવાઈ  હુમલા અને ગાઝા પર બોમ્બમારો સામેલ છે. હમાસ ગ્રુપ એક પ્રાદેષિક ગઠબંધનનો ભાગ છે  જેમાં ઈરાન, સીરિયા અને લેબનોનમાં શિયા ઈસ્લામી સમૂહ હિજબુલ્લાહ સામેલ છે જે મધ્ય પૂર્વ અને ઈઝરાયેલમાં અમેરિકી નીતિનો વ્યાપક વિરોધ કરે છે. 


લેબનોન
હમાસ દ્વારા ઈઝરાયેલ પર હુમલો કર્યાના ગણતરીના દિવસો બાદ લેબનોનના હિઝબુલ્લાહે પણ પેલેસ્ટાઈનના લોકોની સાથે એકજૂથતા વ્યક્ત કરવા માટે એક ઈઝરાયેલી ટેંક પર મિસાઈલ છોડી. ઈઝરાયેલે ઈરાન સમર્થિત ગ્રુપ સંબંધિત એક ઓબર્ઝર્વેશન પોસ્ટ પર હુમલો કરીને જવાબ આપ્યો. આ હિંસા હિજબુલ્લાહ અને ઈઝરાયેલ વચ્ચે 2006ના સંઘર્ષ બાદથી લેબનોની-ઈઝરાયેલી સીમા પર સૌથી ગંભીર વૃદ્ધિ દર્શાવે છે. 


હિજબુલ્લાહની સ્થાપના 1982માં ઈરાનના રેવોલ્યૂશનરી ગાર્ડ્સ દ્વારા પોતાની ઈસ્લામિક ક્રાંતિને નિર્યાત કરવા અને લેબનોન પર આક્રમણ કરનારી ઈઝરાયલી સેના સામે લડવા માટે કરાઈ હતી. ગ્રુપે દાવો કર્યો છે કે ઈઝરાયેલ અમારા હથિયારોના ભંડારના આકારની કલ્પના પણ નહીં કરી શકે. 


સીરિયા
ઈઝરાયેલની સેના સીરિયા તરફથી થયેલા તોપખાનાના હુમલાનો જવાબ આપવા લાગી છે. જેનાથી યુદ્ધમાં એક વધુ મોરચો ખુલવાની આશંકા પેદા થઈ છે. ઈઝરાયેલી સેનાએ એક નિવેદનમાં કહ્યું કે સૈનિક સીરિયા તરફ તોપખાના અને મોર્ટારના ગોળાથી જવાબ આપી ર હ્યા છે. સેનાએ કહ્યું કે સીરિયાથી ઈઝરાયેલાના વિસ્તારમાં અનેક પ્રક્ષેપણ થયા. 


1967ના છ દિવસના યુદ્ધમાં ઈઝરાયેલ દ્વારા ગોલાન હાઈટ્સ પર કબજો કર્યા બાદ બંને દેશો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. 1981માં આ રણનીતિક ક્ષેત્ર પર કબજાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા નથી અપાઈ. હિંસાનો હાલનો દોર ખુબ મુશ્કેલીથી શરૂ થયો છે. પરંતુ આ દાયકાઓમાં સૌથી ખૂની ખેલ હોઈ શકે છે. કદાચ 1980 ના દાયકા દરમિયાન લેબનોનમાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ બાદથી.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube