HAUNTED RESTAURANT: આ રેસ્ટોરાંમાં ભૂત તમને આવીને પુછશે તમારે શું ખાવું છે?
આ દુનિયાની પહેલી રેસ્ટોરાં છે, જ્યાં તમારુ સ્વાગત વેટર નહીં પણ ભૂત કરે છે. જી હા, અહીં જે પણ લોકો આવે તેમનો ભૂત જ ઓર્ડર લે છે અને તમને ફૂ઼ડ સર્વ પણ ભૂત જ કરે છે. આ હોટલમાં જે પણ જમવા આવે ચોકસથી તેમની ચીખ નીકળી શકે છે. સ્પેનની એક રેસ્ટોરાંનું નામ છે `લા માસિયા એંકાટડા` (La Masia Encantada), આ રેસ્ટોરાંનો કોન્સેપ્ટ કદાચ વિશ્વમાં સૌથી અલગ હશે અને આ ઈતિહાસથી પ્રેરિત છે.
નવી દિલ્હીઃ આ દુનિયાની પહેલી રેસ્ટોરાં છે, જ્યાં તમારુ સ્વાગત વેટર નહીં પણ ભૂત કરે છે. જી હા, અહીં જે પણ લોકો આવે તેમનો ભૂત જ ઓર્ડર લે છે અને તમને ફૂ઼ડ સર્વ પણ ભૂત જ કરે છે. આ હોટલમાં જે પણ જમવા આવે ચોકસથી તેમની ચીખ નીકળી શકે છે. સ્પેનની એક રેસ્ટોરાંનું નામ છે 'લા માસિયા એંકાટડા' (La Masia Encantada), આ રેસ્ટોરાંનો કોન્સેપ્ટ કદાચ વિશ્વમાં સૌથી અલગ હશે અને આ ઈતિહાસથી પ્રેરિત છે. અસલમાં અહીં કોઈ ભૂત પ્રેત નથી હોતા, ખરેખરમાં રેસ્ટોરાંના કર્મચારીઓ ભૂત-પ્રેત બનીને લોકોને ખાવાનું સર્વ કરે છે. માત્ર આટલું જ નહીં પણ અહીં આવનારા લોકોનું સ્વાગત પણ લોહીયાળ ચપ્પુથી કરવામાં આવે છે.
17મી સદીમાં જોસફ મા રિએસે માસિયા અને સુરોકાએ 'લા માસિયા એંકાટડા' નામનો બંગ્લો બનાવ્યો હતો. પણ એક દિવસ બંને વચ્ચે પરિવારીત વિવાદ સર્જાયો અને બંનેએ કાર્ડ ઉછાળીને પોતાની કિસ્મત આજમાવી. જેમાં, રિએસ પોતાની સંપત્તિ હારી ગયો, અને તેના પરિવારે ઘર છોડવું પડ્યું અને ત્યારબાદ નવી પ્રોપર્ટી ઉભી કરી હતી. જોકે, જોતજોતામાં 'લા માસિયા એંકાટડા' એક ખંડેર બની ગયું હતું. કહેવાંમાં આવી છે કે 200 વર્ષ સુધી આ ઈમારત ખાલી પડી રહી. જે બાદ સુરોકાના વંશજોએ 1970માં આ બંગ્લાને એક રેસ્ટોરાં ફેરવી નાખી. તેમનો પરિવાર માનતો હતો કે આ બંગ્લો શ્રાપિત છે. જેથી નવી પેઢીને વિચાર આવ્યો કે આ રેસ્ટોરાંને હોન્ટેડ રેસ્ટોરાંનો રૂપ આપવામાં આવ્યો છે.
અનોખું સ્વાગત-
બસ ત્યારથી જ આ રેસ્ટોરાં હોન્ટેડ રેસ્ટોરાં તરીકે ચાવી રહી છે. અહીં ભૂતના કપડામાં વેઇટર લોકોને ખાવાનું કર્વ કરે છે. 60 લોકોની કેપેસીટી ધરાવતી આ રેસ્ટોરાંમાં પહેલાં તમારે બૂકિંગ કરાવું પડે છે. જ્યારે, પણ અહીં કોઈ કસ્ટમર આવે તો પહેલાં તેનું સ્વાગત લોહિયાળ ચપ્પુ અથવાતો તલવારથી કરવામાં આવે છે.
જમતી વખતે તમારા મનોરંજનનો રખાઈ છે ધ્યાન-
જમતી વખતે પણ અહીં એક શો ચલાવવામાં આવે છે, જેને જોવાનું કોઈ ખાવાના ખેલ નથી. જેમાં અલગ-અલગ ભૂત તમને એન્ટરટેન તરે છે અને સાથે સાથે અવનવી અજીબો ગરીબ ફૂડ આઈટમ સર્વ કરે છે. જે જોઈને કોઈની પણ બૂમ પડી શકે છે. આ શોમાં લોકો માત્ર દર્શક નથી બનીને રહેતા પણ તેઓ પ્રોગ્રામનો ભાગ પણ બની જાય છે.
મોબાઈલઃ NOT ALLOWED-
આ અનોખા રેસ્ટોરાંમાં મોબાઈલ લઇ જવાની પરવાનગી નથી, સાથે જ રેસ્ટોરાંમાં તમે કેમેરા, ડિજીકેમ, વીડિયો કેમેરા લઇ જવાની મનાઈ છે. જો કોઈને ભૂત પ્રેતમાં ઈન્ટ્રસ્ટ હોય તો તમે અહીં જમવા માટે જઈ શકો છો.