ન્યૂયોર્કઃ ટેસ્લાના સીઈઓ એલન મસ્ક આ દિવસોમાં પોતાના અંગત જીવનને લઈને મીડિયામાં ચર્ચામાં  છે. ગૂગલના કો-ફાઉન્ડર સર્ગેઈ બ્રિનની પત્ની નિકોલ શનહાનની સાથે અફેરના આરોપ તેના પર લાગ્યા છે. દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્કે આ આરોપો પર પોતાનું મૌન તોડ્યું છે. મસ્કે કહ્યું- સર્ગેઈ અને હું મિત્ર છીએ. અમે બંને કાલે રાત્રે એક પાર્ટીમાં સાથે હતા. મેં ત્રણ વર્ષમાં માત્ર બે વખત નિકોલને જોઈ છે. અમારી વચ્ચે આવું કંઈ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અફેરના દાવાને નકારતા મસ્કે કહ્યું કે મેં ઘણા સમયથી સેક્સ કર્યું નથી. મસ્કે ટ્વીટ કરી કહ્યું- મેં લાંબા સમયથી કોઈ સાથે સંબંધ બનાવ્યા નથી. હકીકતમાં મસ્કને કેટલાક યૂઝર્સે સવાલ પૂછ્યા હતા. તેના જવાબમાં તેણે કહ્યું કે, મેં રજાઓમાં પણ સંબંધ બનાવ્યા નથી. 


Husband Killed Ex-Wife: હેવાનિયતની હદ! એક વ્યક્તિએ પૂર્વ પત્નીને સળગાવી, પછી કર્યું લાઇવ સ્ટ્રીમિંગ


ટેસ્લાના સીઈઓ એલન મસ્કે આ પ્રકારના અહેવાલો પર ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું- ચરિત્રને નિશાન બનાવી કરવામાં આવી રહેલા હુમલા આ વર્ષે નવા સ્તર સુધી પહોંચી ગયા છે. મારી પાસે આ બધી વસ્તુ માટે સમય નથી અને હું કામમાં વ્યસ્ત છું. આ ખોટા કામમાં સામેલ મુખ્ય લોકોમાંથી કોઈનો મત જાણવામાં આવ્યો નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube