INSECT-BORNE DISEASES: કોરોના બાદ હવે આ વાયરસ મચાવશે તબાહી? WHO એ કર્યો ચોંકાવનારો ખુલાસો
કોરોના મહામારીએ સમગ્ર દુનિયાને હચમચાવી દીધી છે. એક બાજુ જ્યાં તેના કારણે જાનમાલનું પુષ્કળ નુકસાન થયું ત્યાં દેશની અર્થવ્યવસ્થા પણ પ્રભાવિત થઈ છે. જો કે હજુ પણ થોડા ઘણા કેસ તો આવી જ રહ્યા છે. આ બધા વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠને દાવો કર્યો છે કે લોકોએ વધુ એક મહામારીનો સામનો કરવો પડી શકે છે.
વોશિંગ્ટન: કોરોના મહામારીએ સમગ્ર દુનિયાને હચમચાવી દીધી છે. એક બાજુ જ્યાં તેના કારણે જાનમાલનું પુષ્કળ નુકસાન થયું ત્યાં દેશની અર્થવ્યવસ્થા પણ પ્રભાવિત થઈ છે. જો કે હજુ પણ થોડા ઘણા કેસ તો આવી જ રહ્યા છે. આ બધા વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠને દાવો કર્યો છે કે લોકોએ વધુ એક મહામારીનો સામનો કરવો પડી શકે છે.
અમારી સહયોગી વેબસાઈટ WION ના એક રિપોર્ટ મુજબ WHO નું કહેવું છે કે આગામી મહામારી Insect-Borne Diseases થી થઈ શકે છે. ડેઈલી મેઈલના એક રિપોર્ટમાં કહેવાયું છે કે કીટ સમગ્ર દુનિયા માટે જોખમ પેદા કરી રહ્યા છે. આ કીટ મોટી ચિંતાનું કારણ બની ગયા છે. Yellow Fever, ઝિકા, ચિકનગુનિયા અને ડેન્ગ્યૂ જેવા અર્બોવાયરસ મચ્છરો અને ટિક્સ જેવા આર્થ્રોપોડ્સ દ્વારા ફેલાય છે. આવામાં તેમના કારણે આગામી મહામારી આવી શકે છે.
આ કીટ મોટાભાગે ઉષ્ણકટિબંધીય અને ઉપ-ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં ઉછરે છે જ્યાં લગભગ ચાર અબજ લોકો રહે છે. આવામાં હવે વિશેષજ્ઞો મહામારીને રોકવા માટે રણનીતિ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. WHO ના ગ્લોબલ ઈન્ફેક્શિયર હેઝર્ડ પ્રિપેયર્ડનેસ ટીમના ડાઈરેક્ટર ડો.સિલ્વી બ્રાયન્ડે કહ્યું કે આપણે છેલ્લા 2 વર્ષથી કોવિડ મહામારી સામે ઝઝૂમી રહ્યા છીએ. આ દરમિયાન આપણે શીખ્યા કે આવી ઘટનાઓ માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવું પડશે.
Emergency in Sri Lanka: ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં સ્થિતિ વણસી, કટોકટીની જાહેરાત
સાર્સઅને ઈન્ફ્લૂએન્ઝાનો છે અનુભવ
તેમણે કહ્યું કે આપણી પાસે વર્ષ 2003માં સાર્સ અને 2009માં ઈન્ફ્લૂએન્ઝા મહામારીનો અનુભવ હતો. ત્યારે હવે આગામી મહામારીને લઈને મોટેભાગે આશંકા છે કે તે કીટોથી થનારા નવા અર્બોવાયરસ (Arbovirus) ના કારણે થઈ શકે છે. અત્રે જણાવવાનું કે 2016થી 89થી વધુ દેશોએ ઝિકા વાયરસના પ્રકોપનો સામનો કર્યો હતો. વર્ષ 2000ની શરૂઆતથી જ પીળા તાવનું જોખમ વધી રહ્યું છે. ડેન્ગ્યૂ તાવ 130 દેશોમાં દર વર્ષે 390 મિલિયન લોકોને સંક્રમિત કરે છે.
પુર્નમૂલ્યાંકનની જરૂર
WHO ના ઈમરજન્સી પ્રોગ્રામના પ્રમુખ ડોક્ટર માઈક રયાને કહ્યું કે તેમાંથી દરેક બીમારી પર નિગરાણી રાખવા માટે રિસર્ચથી ઘણો લાભ થયો છે. આણ છતાં આપણે હજૂ પણ પુર્નમૂલ્યાંકન કરવાની જરૂર છે.
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube