મેનહટ્ટનમાં ગગનચૂંબી ઈમારતની છત સાથે ટકરાયું હેલિકોપ્ટર, પાઈલટનું મોત
ન્યૂયોર્કના મેનહટ્ટનમાં જ્યારે હેલિકોપ્ટર એક ગગનચૂંબી ઈમારતમાં ઘુસી ગયું ત્યારે 26/11 જેવો માહોલ સર્જાયો હતો અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી, રાહત-બચાવ કામગીરી કરનારી સમગ્ર ટીમ દોડી આવી હતી અને લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરવી પડી હતી
મેનહટ્ટન(ન્યૂયોર્ક): એક હેલિકોપ્ટર ગગનચૂંબી ઈમારતની છત પર સોમવારે અચાનક તુટી પડ્યું હતું, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે ઈમારતની છત પર ધૂમાડાના ગોટે-ગોટા ઉડવા લાગ્યા હતા. સોમવારે બપોરે 2.00 કલાકની આસપાસ શહેરમાં જ્યારે વરસાદ પડી રહ્યો હતો અને અત્યંત ધૂમ્સભર્યું વાતાવરણ હતું ત્યારે 787 સેવન્થ એવેન્યુ ખાતે આવેલી 750 ફૂટ ઈંચી (229 મીટર) AXA આક્વિટેલબ સેન્ટર નામની ઈમારતમાં આ ઘટના ઘટી હતી. આ ઘટનાના કારણે 26/11 જેવો માહોલ સર્જાયો હતો અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી, રાહત-બચાવ કામગીરી કરનારી સમગ્ર ટીમ દોડી આવી હતી અને લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરવી પડી હતી
ન્યૂયોર્કના પ્રખ્યાત ટાઈમ્સ સ્ક્વેરથી થોડે દૂર જ સર્જાયેલી આ ઘટનાને પગલે ડઝનબદ્ધ ઈમરજન્સી વ્હિકલ્સ દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. આ સાથે જ રાહત-બચાવ કામગીરીની ટીમ પણ દોડી આવી હતી. પત્રકાર પરિષદમાં ન્યૂયોર્ક શહેરના મેયર બિલ-ડી-બ્લાસિઓએ માહિતી આપતા જણાવ્યું કે, આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જે હેલિકોપ્ટરનો પાઈલટ હોવાનું પ્રાથમિક અુમાન છે. આ સિવાય ઈમારતની અંદર કે ઈમારતની બહાર કોઈ પણ અન્ય વ્યક્તિ ઘાયલ થઈ નથી.
ISIની નાપાક ચાલઃ બ્રિટનમાં આતંકવાદી જૂથ બબ્બર ખાલસાને કરી રહ્યું છે ગુપ્ત રીતે મદદ
ઈમરજન્સી અધિકારીઓએ જણાવ્યું કે, આ હેલિકોપ્ટરે મેનહટ્ટનના પૂર્વ ભાગમાંથી ટેકઓફ કર્યું હતું અને 11 મિનિટમાં જ તે ઈમારત પર તુટી પડ્યું હતું. આ ઈમારત ટ્રમ્પ ટાવરથી માત્ર અડધો માઈલ દૂર આવેલી છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એપાર્ટમેન્ટ આવેલું છે. આ સમગ્ર વિસ્તારને નવેમ્બર, 2016માં તેમના ચૂંટાયા પછી ઉડ્ડયન માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલો છે.
દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....