ISIની નાપાક ચાલઃ બ્રિટનમાં આતંકવાદી જૂથ બબ્બર ખાલસાને કરી રહ્યું છે ગુપ્ત રીતે મદદ

ભારતીય એજન્સીઓને શંકા છે કે, બીકેઆઈએ બ્રિટનના અનેક ધાર્મિક સ્થળોમાં પોતાની હાજરી વધારવાના પ્રયાસો શરૂ કર્યા છે, જેથી તેઓ પંજાબને ફરી એક વખત નિશાન બનાવી શકે 
 

ISIની નાપાક ચાલઃ બ્રિટનમાં આતંકવાદી જૂથ બબ્બર ખાલસાને કરી રહ્યું છે ગુપ્ત રીતે મદદ

નવી દિલ્હીઃ ગુપ્તચર એજન્સીના રિપોર્ટ અનુસાર ખાલિસ્તાની સમર્થક આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI) બ્રિટનમાં પોતાનું નેટવર્ક મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર બીકેઆઈએ બ્રિટનના બર્મિંઘમ, ડર્બી અને કોવેન્ટ્રી વિસ્તારોમાં પોતાના નેટવર્કનો વિસ્તાર કર્યો છે. પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISI તેને ફંડ પુરું પાડી રહી છે અને તે બ્રિટન સહિત દુનિયાના અનેક દેશોમાં ખાલિસ્તાની સમર્થકો તથા તેની સાથે જોડાયેલા આતંકીઓના નેટવર્કને મજબત કરવાના પ્રયાસ કરી રહી છે. 

ભારતીય એજન્સીઓને શંકા છે કે, બીકેઆઈએ બ્રિટનના અનેક ધાર્મિક સ્થળોમાં પોતાની હાજરી વધારવાના પ્રયાસો શરૂ કર્યા છે, જેથી તેઓ પંજાબને ફરી એક વખત નિશાન બનાવી શકે. ઉલ્લેખનીય છે કે, બ્રિટનમાં ભારતીયોની સંખ્યા ઘણી મોટી છે અને તેમાં પણ પંજાબથી ગયેલા લોકોની સંખ્યા મોટી છે. બબ્બર ખાલસા જૂથ ISIની મદદથી દેશની બહાર રહેતા પંજાબી લોકોમાં પોતાનું નેટવર્ક બનાવવાના પ્રયાસ કરી રહ્યું છે. 

Pakistan’s ISI aiding pro-Khalistan group Babbar Khalsa International to expand presence in Britain

તેઓ આ રીતે કેટલાક લોકોનો બ્રેઈન વોશ કરીને પોતાના સંગઠનમાં સામેલ થવા માટે પ્રેરિત કરી રહ્યા છે. ગૃહ મંત્રાલય સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, બ્રિટનમાં છેલ્લા ઘણા સમયથી ભારત વિરોધી ગતિવિધિઓમાં ISIની સંડોવણી જોવા મળી છે. ભારત વિરોધી પ્રદર્શનમાં પણ તેની ભૂમિકા જોવા મળી છે. પાકિસ્તાન ખાલિસ્તાની સમર્થકોને ભારત વિરુદ્ધ એકઠા કરવાના પ્રયાસો કરી રહ્યું છે. 

ISIની નજર ભારતના શીખ સમુદાયના નવયુવાનો પર છે. તે અલગતાવાદી સંગઠન 'શીખ ફોર જસ્ટિસ'ની મદદથી સોશિયલ મીડિયા દ્વારા ભારત વિરુદ્ધ ઝેરનો પ્રચાર કરી રહી છે. આ સાથે જ પાકિસ્તાનના કરતારપુર સાહિબમાં દર્શન માટે જતા ભારતીય લોકો પર પણ ISIની નજર છે. 

ભારતીય એજન્સીઓને આશંકા છે કે, ISI આ અલગતાવાદી સંગઠનોની મદદથી પંજાબમાં ફરીથી આતંકી હુમલા કરાવવા માગે છે. પાકિસ્તાનમાં આજે પણ ખાલિસ્તાન સમર્થિત અનેક આતંકવાદી સંગઠન અસ્તિત્વમાં છે અને તેઓ ગુપ્ત રીતે અલગ ખાલિસ્તાનની ચળવળ ચલાવી રહ્યા છે. 

જૂઓ LIVE TV... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news