Mercedes માંથી ઉતરી ભીખ માંગે છે `ભીખારી`, હકીકતમાં હોય છે આલીશાન બંગલાના માલિક
Begging Business: ભીખ માંગવાનો રસ્તો એ લોકો જ પસંદ કરે જેમની પાસે કમાણીના કોઈ સાધન ન હોય અને જેઓ લાચાર હોય. પરંતુ કેટલાક લોકો ભીખ માંગવાને પણ બિઝનેસ બનાવી અને કરોડપતિ બની જાય છે.
Begging Business: દરેક વ્યક્તિ પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરી શકે તે માટે ભગવાને તેને સક્ષમ બનાવ્યા છે. જોકે કેટલાક લોકો એવા પણ હોય છે જે લાચાર હોય છે. તેમની પાસે પોતાનું અને પરિવારનું પેટ ભરવા માટે કમાણી કરવાનું કોઈ સાધન હોતું નથી. તેથી મજબૂરીમાં આવા લોકોએ અન્ય પાસે ભીખ માંગવા સિવાય કોઈ રસ્તો બચતો નથી. એવા અનેક લોકો હોય છે જે બીજાની મહેરબાની પર જીવવા માટે મજબૂર હોય છે. પરંતુ આવું કામ એવા જ લોકો કરે જેની પાસે કોઈ રસ્તો ન હોય. આવું જો તમને લાગતું હોય તો તે તમારો વહેમ છે. કારણ કે કેટલીક જગ્યાએ ભીખ માંગવી તે મજબૂરી નહીં પરંતુ બિઝનેસ બની ગયું છે. લોકો ભીખ માંગવાના બિઝનેસથી કરોડપતિ બની રહ્યા છે.
આ પણ વાંચો:
દુનિયાની સૌથી મોંઘી ગાય: 9 કરોડથી વધુની કિંમત, દૂધ નહીં આ કારણે મળી કિંમત
બટાકા વેચાય 50 હજાર રૂપિયા પ્રતિ કિલો, ખૂબીઓની ખાણ છે, સમુદ્રમાંથી આવે છે ખાતર
શું છે Tick Virus? જેના એક જ કેસથી યુકેમાં ફફડાટ વ્યાપી ગયો, જાણો બચાવ અને લક્ષણો
લંડનના રસ્તા પર જે ભિખારી ફરતા હોય છે તે કદાચ તમારા કરતાં વધારે અમીર હશે. આવા લોકો ભિખારી ગેંગમાં કામ કરે છે. તે અન્ય લોકોને મૂરખ બનાવી અને ભીખ માંગી પોતાની કમાણીને દિવસ રાહત બમણી અને ચાર ગણી કરી રહ્યા છે. આવા લોકો પ્રોફેશનલ ફ્રોડસ્ટર હોય છે. તેઓ ભીખ માંગવાનું કામ પણ પ્રોફેશનલી કરે છે. આવા ભિખારી પાસે કાર્ડ બોર્ડ હોય છે જેની ઉપર અલગ અલગ પ્રકારની વાતો લખી હોય છે. જેને વાંચીને કોઈને લાગે કે આ વ્યક્તિ અસહાય છે અને તેને મદદની ખૂબ જ જરૂર છે. પરંતુ હકીકતમાં તેમની પાસે પૈસાની કોઈ ખામી હોતી નથી.
આ ભિખારી ગેંગનો ખુલાસો એક રિપોર્ટમાં થયો છે. રિપોર્ટ અનુસાર આ પ્રકારના કેટલાક લોકો પાસે પૈસાની કોઈ ખામી નથી હોતી તેઓ ભીખ માંગીને પોતાની સંપત્તિ બનાવી રહ્યા છે. હકીકતમાં તેમની પાસે પોતાના ઘર પણ હોય છે અને ભીખ માંગવા માટે પણ તેઓ mercedes જેવી ગાડીમાં આવે છે. કારમાંથી ઉતરીને ફાટેલા કપડાં પહેરી તે રોડ નજીક બેસી જાય છે. સામાન્ય ભિખારીની જેમ તે પોતાની બાજુમાં એક કાર્ડબોર્ડ રાખી દે છે જેની ઉપર અલગ અલગ વસ્તુઓ લખેલી હોય છે. રિપોર્ટ અનુસાર ભીખ માંગવાનો વ્યવસાય કરતા લોકો રોમાનિયાથી મોટાભાગે આવે છે.
આ ભિખારી પોતાના નક્કી કરેલા સમય પ્રમાણે ભીખ માંગે છે. સમય પૂરો થાય એટલે તેઓ પોતાની કાર બોલાવે છે અને કારમાં બેસીને જતા રહે છે. આવા લોકો પાસે પોતાના આલીશાન બંગલા પણ હોય છે. ભીખ માંગવાનો સમય પૂરો થાય એટલે તેઓ ડિઝાઇનર કપડામાં જોવા મળે છે. તેને જોઈને કોઈ કહે પણ નહીં કે તેઓ થોડા સમય પહેલા જ રોડ નજીક બેસીને ભીખ માંગતા હતા.