Worlds Most Expensive Cow: લિમ્બોર્ગિની, ફરારી અને બેન્ટલી ત્રણેય ગાડીઓ કરતાં મોંઘી છે આ ગાય, જાણો શું છે કારણ
Worlds Most Expensive Cow: વિશ્વની સૌથી મોંઘી ગાય વર્ષ 2009માં કેનેડામાં વેચાઈ હતી. હોલ્સટીન જાતિની ગાય મિસ્સીને ડેનિશ બિડર દ્વારા $1.2 મિલિયનમાં ખરીદી હતી.
Trending Photos
Worlds Most Expensive Cow: તમારા મતે ગાયની મહત્તમ કિંમત કેટલી હોય શકે છે? કદાચ તમે કહેશો કે થોડા લાખ રૂપિયા. પરંતુ, તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાની સૌથી મોંઘી ગાય (Most Expensive Cow In The World) કરોડો રૂપિયામાં વેચાઈ છે. આ હોલ્સટીન જાતિની ગાય ઇસ્ટસાઇડ લેવિસડેલ ગોલ્ડ મિસી (Eastside Lewisdale Gold Missy હતી.
2009માં કેનેડામાં વેચાયેલી આ ગાયની કિંમત (Missy Cow Price) 1.2 બિલિયન ડોલર હતી. આજની તારીખે આ રકમ 98163600 કરોડ છે. જ્યારે, 2009 માં ભારતીય રૂપિયામાં મિસીની કિંમત 57,600,000 કરોડ હતી, કારણ કે તે સમયે 1 યુએસ ડોલરની કિંમત 48 ભારતીય રૂપિયા હતી.
હોલ્સટીન જાતિની ગાયો વિપુલ પ્રમાણમાં દૂધ આપવા માટે વિશ્વભરમાં જાણીતી છે. જે સમયે મિસી વેચવામાં આવી હતી તે સમયે તે દરરોજ 50 લિટર દૂધ આપતી હતી. મિસીમાં એકવાર ગાભણ થયા બાદ લગભગ 10,000 લિટર દૂધ આપવાની ક્ષમતા હતી. પરંતુ, તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે વધુ દૂધ આપવાના કારણે મિસીને આટલા રૂપિયામાં નહોતી ખરીદાઈ કે ડેન્માર્કના ખરીદદારને દૂધ વેચવાનો કોઈ ઈરાદો હતો.
Eastside Lewisdale Gold Missy એ સફેદ અને કાળી ગાય છે. 11 નવેમ્બર, 2009ના રોજ, કેનેડાના ઓન્ટારિયોમાં ઉક્સબ્રિજમાં મોર્સન રોડ પરની રોયલ હરાજીમાં તેને $1.2 મિલિયનમાં ખરીદવામાં આવી હતી. તેના માલિક અને ઈસ્ટસાઈડ હોલ્સટીન જાતિના સંવર્ધક, બ્લેઈસ થોમ્પસનને આશા હતી કે મિસી ચોક્કસપણે રેકોર્ડ બનાવશે, પરંતુ તેની કિંમત એટલી બધી હશે, તેને કોઈ ખ્યાલ પણ ન હતો.
ગાય જે શોમાં ગઈ ત્યાં છવાઈ ગઈ
મિસી જે પણ સ્પર્ધામાં ગઈ ત્યાં વિજેતા જ બનતી હતી. 2009માં તે વેસ્ટર્ન ફોલ નેશનલ શોની ગ્રાન્ડ ચેમ્પિયન બની હતી. 2011માં મેડિસન, વિસ્કોન્સિનમાં વર્લ્ડ ડેરી એક્સ્પોમાં તેને તમામ જાતિઓમાં ગ્રાન્ડ ચેમ્પિયન જાહેર કરવામાં આવી હતી. 2011માં ટોરોન્ટો ઓન્ટારિયોમાં રોયલ એગ્રીકલ્ચરલ ફેરમાં સુપ્રીમ ગ્રાન્ડ ચેમ્પિયનનું બિરુદ હાંસલ કર્યું હતું. 2012માં મિસીને હોલ્સ્ટીન કેનેડા ગાય ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી હતી.
આ ખાસિયતને કારણે તૂટી પડ્યા ખરીદદારો
મિસીમાં કેટલાક અદ્ભુત આનુવંશિક લક્ષણો હતા. મિસીના જેનેટિક મટિરિયલનો ઉપયોગ કરીને, વધુ સારી જાતિ બનાવી શકાય છે. હોલ્સટીનની શ્રેષ્ઠ જાતિ બનાવવા માટે ડેનિશ સંવર્ધકે મિસીને $1.2 મિલિયનમાં ખરીદી હતી. મિસી દ્વારા ઉત્પાદિત વાછરડાઓની કિંમત પણ લાખો રૂપિયામાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે